માને.. આહા... હા!
પછી એક (છતાં) સળંગ “અવસ્થિત (–ટકતો) હોવાથી ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે.” ભગવાન
આત્મા ને દરેક પરમાણુ (માં ત્રિલક્ષણપણું છે) દરેકમાં છે પણ તેનું જાણપણું તો જ્ઞાનમાં થાય છે.
તેના ત્રણ લક્ષણ પરમાણુના પણ છે તેની તે સમયની પર્યાય છે. પછીપછીનું ને પહેલાંપહેલાંનું પણ
એ જ્ઞાન કોને છે? જડને છે? (ના. જીવને છે.) બધેયથી પરસ્પર અનુસ્યૂત રચનારો પ્રવાહ-
પરિણામ, પરિણામ, પરિણામ, પરિણામ એમ (પરિણામોનો) પ્રવાહ! પ્રવાહ ક્રમ વિસ્તાર ક્રમનો - તો
દ્રષ્ટાંત દીધો’ તો પ્રવાહક્રમઃ પણ પરિણામ એક પછી એક, એક પછી એક, એક પછી એક જે થવાના
તે થવાના ગ્યા તે ગ્યા એ પણ એમાં અવસ્થિત. આખો પ્રવાહ ગણો તો તે ટકતો હોવાથી -
પ્રવાહપણે પણ દરેક પરિણામને ટકતું દેખીને ત્રિલક્ષણપણું પ્રસિદ્ધિ પામે છે. ઉત્પાદ પણ છે, વ્યય પણ
છે, ધ્રૌવ્ય પણ છે. એક પરિણામમાં ત્રણપણું છે. આહા... હા..! સમજાણું કાંઈ? આવી વાત બહુ
આકરી પડે માણસને. લોકોમાં તો સામાયિક કરો. પોષા કરો... પડિમા લઈ લ્યો, સાધુ થાવ. આ
છોડો, રસ છોડો (કહે છે ને) રસ છોડયા સાધુ સાધુએ અરે પણ પહેલું મિથ્યાત્વ છોડયું નથી ને રસ
ક્યાંથી છોડયો! આત્માનો રસ આવ્યા વિના, રાગનો રસ છૂટે નહીં. આહા... હા! અને એ આત્માનો
રસ ત્યારે આવે કે તે તે સમયના પરિણામ ત્યાં ત્યાં થાય, થઈ ગ્યા તે હવે ન થાય, નથી થ્યા તે તે
સમયે થાય. તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યના તે તે ગુણનાં પરિણામોનો છેછેછેછેછે પ્રવાહ એ દ્રવ્ય. એક જ
પર્યાયમાં ત્રણ્ય લાગુ કર્યાં. એ તો પ્રાપ્ય, વિકાર્ય ને નિર્વર્ત્ય - ‘સમયસાર’ (ગાથા-૭૬, ૭૭, ૭૮
૭૯) માં કહ્યું છે ને...! આ ‘પ્રવચનસાર’ માં (આ કહ્યું) જે સમયના જે પરિણામ થાય તે પ્રાપ્ય
છે. અને પૂર્વની અપેક્ષાએ અને બદલીને થ્યું માટે વિકાર્ય છે તો એનું એ. અને ઊપજયું તે અપેક્ષાએ
નિર્વર્ત્ય તેને કહ્યું આહા... હા! ગજબ વાત છે!! સત્યનું જાહેરપણું - પ્રસિદ્ધિપણું ઓહોહોહો!! અહીંયાં
પણ એ કહ્યું
દ્રવ્ય એ દ્રવ્યની દ્રષ્ટિ થતાં તેને તે લક્ષણપણાનો નિર્ણય સાચો થાય છે. આહા.. હા! આવું છે.
આહા! તે સત્ દ્રવ્ય