Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 202 of 540
PDF/HTML Page 211 of 549

 

background image
ગાથા – ૯૯ પ્રવચનસાર પ્રવચનો ૨૦૨
એમ નહીં. ‘ક્રમનિયમિત” નહીં. ક્રમે ને નિશ્ચય તે જ થાય તે થાય - હવે શું થાય? હવે એણે એમ
કહ્યું કેઃ ‘સોનગઢનું સાહિત્ય ડૂબાવી દઈશ.” અરે, પ્રભુ! મારગ તો આવો છે, ભાઈ! આહા.... હા!
આવા ટાણા મળ્‌યા બાપા! પણ કોઈ કંઈ શું કહે. એ તારે શું કામ છે! આહા... હા!!
અહીંયાં તો કહે છે પોતાનું દ્રવ્ય. ત્રણ લક્ષણમાં પ્રવર્તતું પરંપરામાં - એ તો દ્રવ્ય પ્રવર્તે છે
ને...! એ પ્રવર્તતું દ્રવ્ય એનો સ્વભાવ (છે.) . સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે ન્યાં ત્યારે તેને સમ્યગ્દર્શન
થાય છે અને અતીન્દ્રિય આનંદ આવે છે. એ પુરુષાર્થને બધું આવ્યું ત્યાં. અકર્તાપણું આવ્યું, પુરુષાર્થ
આવ્યો, આનંદ આવ્યો, અરે! અનંતા ગુણોની અસંખ્યાનો પાર નહીં એ અનંતાગુણો, એ વ્યક્તપણે
બધાનો અંશ આવ્યો. સવારે નહોતું આવ્યું. જોગમાં પણ અંશનો ક્ષય થયો છે. આહા... હા! શું કહે છે
આ? સમ્યગ્દર્શન થતાં દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ થતાં, એને લાયક અવિરતિ - કેમકે ચારિત્રગુણ છે તેનો
અંશ પ્રગટ થાય છે ભાઈ! આહા... હા! અરે... રે! અને યોગ જે અનંતગુણમાં એ અજોગ નામનો
ગુણ છે. આહા! એ પોતપોતાના અવસરે પરિણામ થ્યાં એમાં વર્તુતું દ્રવ્ય છે તેમાં એક અજોગ
નામનો ગુણ છે. એ પણ અંશે, ચોથે ગુણસ્થાને અંશે પ્રગટ થાય છે. આહા... હા! અરે (કોઈ કહે)
અજોગ તો ચૌદમે આવે ને ભાઈ! અજોગપણાનો અંશ પ્રગટ થાય પ્રભુ! આહા... હા! ભગવંત તું
કેવડો મોટો આહા... હા તને જ્યાં (તારો) સ્વીકાર થાં અજોગ (ગુણનો) અંશ પણ પ્રગટ થાય.
આહા... હા! હેં! વસ્તુસ્થિતિ આ છે. આમાં કોઈ વાદ-વિવાદને (સ્થાન નથી) એવી સ્થિતિ છે.
(કહે છે કેઃ) પોતપોતાના અવસરમાં થતા, આઘા-પાછાં નહીં. એક ફેર કહ્યું’તું ભગવાન પાસે
ભક્તિ કરીને...! અહીં ભક્તિ કરીને (આવ્યાં) ઘણા વર્ષ થયાં. કહ્યું આઘું - પાછું એટલે શું? ઈ શું
આઘું - પાછું? આ પર્યાય અહીંયાં થવાની (તે) અહીં થશે. અને ન્યાંની અહીં થશે? શું એની
વ્યાખ્યા? આહા...! બાપુ! સ્વકાળે થાય છે તે થાય છે એમાં આઘી - પાછી પ્રશ્ન ક્યાં છે? આહ...
હા! “દુનિયા માને ન માને સત્ તો આ જ છે.” ઓલા વળી કહે કે ઢૂંઢિયામાંથી તમે આવ્યા ને
તમારી વાત સાચી ને અમારી ખોટી? પ્રભુ! અમે ગમે ત્યાંથી આવ્યા હોય તારી વાત ખોટી છે.
અહીંયાં વળી દિગંબરના પંડિતો (બોલે કે) અમારી વાત ખોટી? સ્થાનકવાસીની ખોટી, શ્વેતાંબરની
ખોટી પણ દિગંબરની ય ખોટી! પણ દિગંબરનું શું કહેવું છે એ બાપુ, જાણ્યું! (દિગંબરમાં) જન્મ્યા
માટે દિગંબર થઈ ગ્યા? આહા...!
(શ્રોતાઃ) ‘મોક્ષમાર્ગપ્રકાશક’ નો સાતમો અધિકાર દિગંબર માટે
જ છે. (ઉત્તરઃ) દિગંબર માટે જ. વસ્તુ જ ઈ છે. દિગંબર ધર્મમાં હોવા છતાં શલ્ય રહી જાય છે એ
ટાળવા ઈ વાત કરી છે. સાતમામાં મિથ્યાત્વનો પણ એક અંશ છે દિગંબરમાં જન્મ્યા, સાધુ થાય
વ્રતધારી. પણ શલ્ય રહી જાય છે મિથ્યાત્વનું. આહા... ઇન્દ્રલાલ જયપુરનો છે...! ઈ કહે કે દિગંબરમાં
જન્મ્યા ઈ સમકિતી તો છે બધાય. ત્યારે અમારે મૂળચંદજી એમ કહેતા કે સ્થાનકવાસીમાં જન્મે ઈ
સમકિતી તો બધાય છે ઈ એમ કહેતા વળી. બાપુ! એમ અહીં વસ્તુમાં ક્યાં સ્થાનકવાસી ને શ્વેતાંબર
ક્યાં! એ તો વસ્તુનું સ્વરૂપ છે. દિગંબર છે એ તો જેવી વસ્તુની સ્થિતિ છે એવું વર્ણન