ભગવાનભાઈ શેઠે કહ્યું મારા’ જ બેઠા છે! માણસને પક્ષ થઈ જાય છે. પછી સૂઝ પડતી નથી. (એ
વિરોધ કરે) અને પાછું એનાથી જુદું જિનબિંબ ને જિનપ્રતિમાથી ધરમ થાય એમ પાછા માને. એ ય
પણ (પક્ષ લઈને બેઠા છે) આવો મારગ બાપા! બહુ! અલૌકિક મારગ છે! (એકકોર એવું આવે)
ભગવાનની ભક્તિ કરીને પાપ બાંધે, એવું આવ્યું છે ને...! (અને એકકોર કહે) અને જિનબિંબના
દર્શનથી નિદ્ધત અને નિકાચિત કર્મનો (અભાવ થાય.) એ તો એવો શુભભાવ છે તીવ્ર. સમ્યગ્દ્રષ્ટિ
(ની) દ્રષ્ટિ સહિતની વાત છે હોં. (દ્રષ્ટિ) છે એટલે એને આંહી કર્મનો રસ નથી - ઘટી જાય છે
નિદ્ધત ને નિકાચિત હોય એમાં ય પણ આહા... હા! સમ્યગ્દર્શન સહિતની વાત છે હોં! એકલાં દર્શન
- ભક્તિ કરે ઈ કાંઈ.... આહા... હા!
બાપુ! આ તો અનંત તીર્થંકરો, અનંત કેવળીઓ, મુનિઓ, સંતો જે પંથે ગયા એ પંથ છે આ. આમાં
કોઈ પક્ષ નથી. (કોઈ કહે) કે મૂર્તિને સ્થાપે તો એણે ત્યાં જડ સ્થાપ્પા. પણ બાપુ, ઈ જડ તો છે.
(છતાં શુભના નિમિત્ત છે.) એને જ્ઞાનીઓએ પણ સ્વરૂપમાં સ્થિરતા ન થાય ત્યાં સુધી (અશુભ
વંચનાર્થ) સ્વઅવસર છે ને...! એ સમયે એ (ભાવ) આવે એને ભાઈ! તે તે સમયે એ આવે, છતાં
તેની દ્રષ્ટિનું જોર ત્યાં નથી. એ પરિણામમાં વર્તુતું જે દ્રવ્ય છે ત્યાં દ્રષ્ટિ છે. આહા...હા...હા! આડ-
ફાટ!! કટકા થઈ જાય બે! રાગ અને ભગવાન (આત્મા) બે ભિન્ન!! આહા..હા...હા!
એને આનંદ આવે છે. તે તે સમય થાય માટે એને પુરુષાર્થ નથી એમ નથી, પ્રભુ! આહા.. હા! તે તે
સમય પરિણામ થાય
તે કેવળજ્ઞાન પણ પામે. આહા.. હા! કેમ કે અંદર આત્મપત્તો છે ને...! અને પત્તામાં -અસ્તિત્વમાં -
મૌજુદગીમાં અનંત - અનંત ધ્રુવસ્વરૂપ છે... ને...! ભલે ઈ ઉત્પાદ - વ્યય- ધ્રૌવ્ય ત્રણ લક્ષણમાં વર્તે,
છતાં એ કાયમ રહેનારું દ્રવ્ય એમાં વર્તે છે ઈ દ્રવ્ય છે ને...! આહા... હા! એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ જતાં
દ્રષ્ટિ જાય જ તે. અહીંયાં તો ત્રણલક્ષણ પદ્ધતિમાં પ્રવર્તતું દ્રવ્ય એમ જ્યાં નક્કી કરવા જાય ત્યાં એની
દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય’. આહા...હા...હા! આવું છે.