કાળલબ્ધિ પાકી ગઈ. પોતપોતાના અવસરે પરિણામ થાય. આહા... હા... હા... હા! એ પછીપછીના તે
તે કાળ તે થાય, તે પહેલાંના અવસરમાં તે તે કાળે થઈ ગ્યાં. બધા પરિણામમાં પ્રકાશતાં
સમપરિણામમાં
પછીપછીના થશે અને એમાં બેયમાં- પછીપછી થશે તે ઉત્પાદમાં ગયું, અને થઈ ગયાં તે વ્યયમાં ગયું.
અને
પરિણામના કાળમાં સળંગ આત્મા છે. આહા... હા! ઝીણો મારગ બહુ ભાઈ આ!
નથી ને.. તારણ સ્વામીવાળા. અને તમે એક કહો કે તારણસ્વામી એ માનતા નહોતા. તો તો પછી
એનો અર્થ થ્યો કે એ મિથ્યાદ્રષ્ટિ હતા. તમે એનો અવર્ણવાદ કરો છો. જિનબિંબ ને જિનપ્રતિમા,
ભવન અનાદિના છે. ચોપડી આવી છે અહીં. વાત સાચી. અસંખ્ય જિનપ્રતિમાઓ સ્વર્ગમાં છે. આંહી
અસંખ્ય દ્વીપસમુદ્રમાં છે. અકૃત્રિમ. કૃત્રિમ સંખ્યાત છે. અઢી દ્વીપમાં છે એ તો. બધું છે. પ્રતિમા નથી
એમ નહીં. અને શાસ્ત્રમાં તો ત્યાં સુધી આવે. જિનબિંબના દર્શનથી નિદ્ધત અને નિકાચિત કર્મનો
નાશ થાય. આવે છે ને...! ‘ધવલમાં’ . આહા... હા! એણે એક અક્ષરને એક પદ કેમ ફેરફાર થાય?
શાસ્ત્રનો એક પણ અક્ષર ને એક પદથી ભ્રષ્ટ થાય, મિથ્યાદ્રષ્ટિ છે. આવું આકરું પડે. એને તમે એમ
માનતા હો કે - જાણે એ (લોકો તારણસ્વામીવાળા) મૂર્તિને નથી માનતા. તો તો પછી સૂત્રને
ઊથાપ્યાં છે, તો મિથ્યાદ્રષ્ટિ ઠરો તમે. (એવું લખાણ છે એમાં). (જિનપ્રતિમાઆદિ) એનું લક્ષ જતાં
છે. શુભઉપયોગ, ધરમ નથી પણ વસ્તુ છે. એ પણ પોતપોતાના અવસરે ત્યાં પ્રતિમા છે, મંદિર છે,
જિનબિંબ છે. આહા... હા! એ કોઈ પક્ષની વાત નથી, એ પંથ નથી કંઈ ભગવાનનો કહેલો મારગ છે
તે છે. સમજાય છે?
એ તો મિથ્યાદ્રષ્ટિ છે. આહા... હા..! ભલે છે એ શુભભાવનું નિમિત્ત, પણ છે કે નહીં? (છે) ભાઈ!
એ છે માટે ધરમ છે એમાં, એમ નહીં પણ છે ખરું, જ્ઞાનીને પણ એના વંદન, પૂજા, (ભક્તિ) એનો
ભાવ એને કાળે આવે છે. ભલે એ પુણ્યબંધનું કારણ (હોય) પણ આવે છે. ને તે સમયના તે તે
પરિણામ પૂજાના, ભક્તિના આવે છે ભાઈ! અને તે તે સમયની ચીજ (નિમિત્ત) સામે છે. મંદિર,
પ્રતિમા આદિ તેને તે સિદ્ધ કરે છે. આહા..! મંદિરને. જિનબિંબ.. ને નથી (એમ માનવું એ તો)
સૂત્રના વચનો, સિદ્ધાંતના વીતરાગનાં વચનો ઊથાપી નાખ્યાં. આહા... હા!