કંઈક ક્રોધ હતો અને પછી માન થયું. એ ત્યાં માનનો ઉદય આવે, આવે એટલું. નિમિત્તપણે તો આવે
ને...! આ નાંખ્યું છે ભાઈએ ફૂલચંદજીએ (પંડિતજીએ). આવે ભલે. પણ થયા છે પરિણામ પોતાના
તે પ્રવાહક્રમમાં. આહા...હા...હા...હા!
થવાના તે થાય છે.’ આહા...હા! ચાર-પાંચ પરમાણુ બે ગુણ ચીકાશવાળા છે. તે બીજા ચાર
ગુણવાળામાં જાય, ચારગુણવાળા થઈ જાય. કહે છે કે એ તો વ્યવહારના કથન છે. ચાર ગુણની ઉત્પન્ન
થવાનો પર્યાયનો તે સમય છે. તેથી એ દ્રવ્ય ચાર ગુણપણે ઊપજયું છે. આહા.. હા!
ધ્રુવ રહે છે.” આહા.. હા! એકરૂપ ધ્રુવ રહે છે. ત્રણે ય લીધા. પોતે ઉત્પન્ન થવાની અપેક્ષાએ ઉત્પન્ન
(ઉત્પાદ), પૂર્વની અપેક્ષાએ વિનષ્ટ-વ્યય, અને ધ્રુવ. છેછેછે એ ધ્રુવ. (ધ્રૌવ્ય). એક જ પરિણામમાં
ત્રણપણું ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય (પણે) વર્તુતું દ્રવ્ય તે પોતાના સ્વભાવમાં, તે દ્રવ્ય પોતાના કારણે વર્તે
છે. આહા...હા..! શું સ્વતંત્રતા!! આવી વાત. વીતરાગ! દિગંબર સંત અને દિગંબર સર્વજ્ઞ, એ સિવાય
ક્યાંય છે નહીં (આ વાત) આહા.. હા! વાડાવાળાને ખબર નથી! (આવા તત્ત્વની!) .
પોતાના સ્વભાવમાં વર્તે અને ઉત્પાદવ્યયધ્રૌવ્ય સ્વભાવ છે. તે ઉત્પાદપર્યાય પ્રગટ છે તેને ત્રણ્યપણું
લાગુ પડે છે. પ્રગટપર્યાયને પોતાની અપેક્ષાએ ઉત્પાદ છે, પરની (પૂર્વની) અપેક્ષાએ વ્યય છે, અને
છેછેછેછેછે એ અપેક્ષાએ ધ્રૌવ્ય છે. આ પ્રગટપર્યાયની અપેક્ષાએ (ત્રણપણું છે.) તે તે સમયના, તે તે
પર્યાયમાં, ઊપજતું દ્રવ્ય પોતાના સ્વભાવથી, પોતાના સ્વભાવમાં ઊપજે છે. આહા.. હા!
બાપુ રખડવું પડે, કરમને લઈને (આપણને) વિકાર થાય. (આ અભિપ્રાયે) મારી નાખ્યા!!
(શ્રોતાઃ) કર્મે વાળ્યો આડો આંક..! (ઉત્તરઃ) કાંઈ નહીં. ભક્તિમાં આવે છે ને..!