બહાર નીકળવાનો સમય તે જ છે અને ટકી રહેવું (એટલે) તે તે પરિણામ ધ્રૌવ્ય રહેવા - ટકી રહેવા
તે પણ તે જ છે. એ લોચને આત્મા કરી શકે (એમ નથી). આંગળી કરી શકે નહીં. હવે આવું કોણ
માને!! અને માણસ ભેગાં થઈને (મુનિ) લોચ કરે, તો જાણે ઓહોહો (મુનિએ લોચ કર્યો!)
કર્તાબુદ્ધિને અજ્ઞાન સેવે ને માને અમે ધરમ કરીએ (છીએ)! આહા... હા!
આત્મામાં સમ્યગ્દર્શનની ઉત્પત્તિનો સમય છે, એ જ મિથ્યાત્વના વ્યયનો, એ જ સમય છે.
દર્શનમોહના વ્યયને કારણે, સમ્યગ્દર્શનની ઉત્પત્તિ થઈ એમ નથી. આટલું હજી સિદ્ધ કરે છે
અંદરથી પછી તો એક એક બોલ ઊપાડશે. (ત્રણેને સ્વતંત્ર કહેશે). અહીંયાં તો સમ્યગ્દર્શન
જે આત્માનો ધરમ-પર્યાય, એ પૂર્વની (મિથ્યાત્વની) પર્યાયનો વ્યય એ એક જ સમયે છે. જે
સમયે ઉત્પાદ છે તે સમયે વ્યય છે તો વ્યયનો પણ આઘો - પાછો (સમય) નથી. આહા...
હા! કેમ કે ઉત્પાદનો સમય પોતાના અવસરે છે. તો તેના પૂર્વની પર્યાયનો વ્યય પણ તેના
સમયે હોય જ છે. આહા.. હા!
અવસર જ છે. આહા... હા! શું સિદ્ધાંત (વીતરાગના!) વીતરાગની વાત (અલૌકિક) સર્વજ્ઞ
પરમાત્મા (એ કહી છે). અહીંયાં તો ગોટા વાળે અંદર કર્મને લઈને આમ થાય, ને ઢીકળાને લઈને
આમ થાય. (થોથેથોથાં).
અકર્મરૂપ (પરમાણુ થયાં) કર્મનો વ્યય થયો. એ સમયે જ છે. આહા... હા! આત્મામાં પણ
સમ્યગ્દર્શનની પર્યાયનો ઉત્પાદ છે તે જ સમયે મિથ્યાત્વનો વ્યય છે અને વ્યયનો તે જ સમય છે.
આહા...! દરેક દ્રવ્યની પર્યાય (નો ઉત્પાદ-વ્યય એક જ સમયે છે) એમાં આ રીતે થાય એમાં બીજું
દ્રવ્ય કરે શું? આહા... હા! જેનો વ્યયનો સમય, તે જ ઉત્પાદનો સમય છે. સમયભેદ નથી. આહા...
હા!