શરીરને થ્યાં. નેવું - નેવું કોને કહે? સો માં દશ ઓછા! શરીર શું, પછી કેટલું’ક કામ કરે, વ્યાખ્યાન
દેવામાં વાંધો (નથી) હાલવામાં જરી’ ક થાક લાગે છે. વ્યાખ્યાનમાં કાંઈ ખબર પડતી નથી (દેહની)
કારણ કે ૭૪ની સાલથી વ્યાખ્યાન હાલે છે. એકસઠ વરસ, બાસઠ વરસ થ્યાં. હજારો માણસમાં
(વ્યાખ્યાન થાય છે) ચીમોતેર, સંવત ઓગણીસો ચીમોતેર, સંપ્રદાયમાં - (સ્થાનકવાસી સંપ્રદાયમાં
હતા) ત્યારથી વ્યાખ્યાન ચાલે છે. કાયમ (દરરોજ). પહેલાં કરતા કોઈ વખતે પણ કાયમ નહીં. ત્યારે
એક વખત (કરતા) પર્યુષણમાં બે વખત. આહા.. હા!
નામ ટકવું, ધ્રુવ વિના હોતા નથી. અને સ્થિતિ - ટકવું, સર્ગ અને સંહાર વિના હોતું નથી. આહા....
હા! પર વિના હોતાં નથી એમ નહીં. એનામાં (ને) એનામાં, આ વિના હોતાં નથી, એક સાથે ત્રણેય
હારે છે. (આહા... હા! વીતરાગ સર્વજ્ઞે જે જોયું, એ કહ્યું. બીજે ક્યાં’ ય કોઈ વાત (ની) ગંધેય
નથી. ગપ્પે - ગપ્પાં બધેયે... આ તો જિનેશ્વરદેવ, પરમાત્મા! સમોસરણમાં બિરાજેછે. ‘મહાવિદેહમાં’
ત્યાંથી આવીને ‘આ’ શાસ્ત્ર બનાવ્યાં કુંદકુંદાચાર્યે. અને ટીકાકાર પણ એવા નીકળ્યા (થયા)
તીર્થંકરનું ગણધર કામ કરે એવાં (કામ કર્યાં), કુંદકુંદાચાર્યાનું તીર્થંકર જેવું કામ છે અને આ
અમૃતચંદ્રાચાર્યે ગણધર જેવું કામ કર્યું છે. જરી, શાંતિથી બે-ચાર-આઠ દી’ સાંભળે, તો ખબર પડે કે
આ શું છે, અને અમે શું માનીએ છીએ, એક -બે દી’ માં આમ કાંઈ પકડાય એવું નથી! હેં!
(વીતરાગ તત્ત્વનો) બધો ફેરફાર, બધો ફેરફાર!! આખો દી’ દુકાન ઉપર બેઠો હોય ત્યારે (માને કે)
હું છું ત્યારે આ બધું હાલે છે, આ હું છું (તેથી) ધંધો હાલે છે. (મારાથી) આમ થાય, ધૂળે ય નથી
(થતું) સાંભળને..! તું જ્યાં છે ત્યાં એ નથી ને એ જ્યાં છે ત્યાં તું નથી. જ્યાં તું નથી એનું તારાથી
થાય એમ કેમ (બને?) આહા... હા!
મશગૂલ હોય ત્યાં!
બે દુકાનું (હતી). મોટાભાઈ ત્યાં હતાં. પાંચ-પાંચ હજારની તે દી’ એ તમાકુ (નો વેપાર હતો).
મોટો વેપાર-ધંધો (હતો). આ ૬૪-૬પ ની વાત છે. સંવત ઓગણીસેં ચોસઠ, પાંસઠ! પિતાજી ગુજરી
ગ્યા ત્રેસઠમાં. પછી આ દુકાન, ત્રેસઠમાં કરી, એમની હાજરીમાં કરી હતી. પછી ગુજરી ગ્યા આહા...
હા! અને અભિયાન એવું એને. અમે કરીએ છીએ, બીજાની દુકાન ચાલી નહીં ને, મારી હાજરીએ, મેં
ધ્યાન બહુ રાખ્યું ને, વ્યવસ્થિત ધ્યાન રાખ્યું માટે આ (ધંધો જામ્યો). બધું ય બંબગલોલા, દારૂ
પીધેલા છે. આ દુકાનની વ્યવસ્થા (મેં કરી) મારી હાજરીમાં બરાબર થઈ, નોકર