ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૧૭
પ્રવચનઃ તા. ૧૩ અને ૧૪–૬–૭૯.
‘પ્રવચનસાર’ ૧૦૦ મી ગાથા.
હવે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો પરસ્પર અવિનાભાવ દ્રઢ કરે છેઃ-
એક વિના બીજાં ન હોય. ઉત્પાદ વિના વ્યય ન હોય ને વ્યય વિના ઉત્પાદ ન હોય, ધ્રૌવ્ય ન
હોય. બધું હારે હોય છે. અવિનાભાવ (એટલે) એક વિના બીજાનું નહિં હોવું; એકબીજા વિના હોઈ
જ ન શકે એવો ભાવ, અવિનાભાવ સિદ્ધ કરે છે. સો (ગાથા) આવી અખંડ સો.
ण भवो भंगविहिणो भंगो वा णत्थि संभवविहिणो ।
उप्पादो वि य भंगो ण विणा धोव्वेण अत्थेण ।। १००।।
ઉત્પાદ ભંગ વિના નહિ, સંહાર સર્ગ વિના નહિ; ત્યાં તો આ સિદ્ધ કરવું છે હોં, પાંદડું એ તો
કહેશે. ઉત્પાદને લઈને ઉત્પાદ છે, વ્યયને લઈને નહિ (ધ્રૌવ્યને લઈને નહીં) અહીંયા તો સિદ્ધ કરવા
છે ત્રણેય. દ્રવ્યમાં ત્રણેય હોય છે એટલું સિદ્ધ કરવું છે.
ઉત્પાદ તેમ જ ભંગ, ધ્રૌવ્ય પદાર્થ વિણ વર્તે નહિ. ૧૦૦. આહા... હા!
ટીકાઃ– “ખરેખર સર્ગ” સર્ગ એટલે ઉત્પત્તિ, સર્ગ, સર્ગ એટલે સ્વર્ગ નહીં, સર્ગ. સર્ગ -
ઉત્પત્તિ (ઉત્પાદ). “સર્ગ સંહાર વિના હોતો નથી.” એટલે ઉત્પત્તિ સંહાર વિના હોતી નથી, વ્યય
વિના હોતી નથી. છે? સંહાર=વ્યય; નાશ દરેક દ્રવ્યમાં એક સમયમાં, જે ઉત્પાદ પર્યાયનો છે તે જ
સમય વ્યય પણ છે, ઉત્પાદ વ્યય વિના ન હોય, વ્યય ઉત્પાદ વિના ન હોય. “અને સંહાર સર્ગ વિના
હોતો નથી.” (બન્ને એક સમયે છે) અને “સૃષ્ટિ અને સંહાર સ્થિતિ વિના હોતાં નથી.” સૃષ્ટિ
એટલે ઉત્પત્તિ અને સંહાર એટલે નાશ, એ સ્થિત વિના હોતાં નથી. ધ્રુવ વિના હોતાં નથી. આહા...
હા! ટકતું, ધ્રુવ, ધ્રૌવ્ય- (સ્થિતિ). ધ્રુવ રહે તે ધ્રૌવ્ય. “સ્થિતિ સર્ગ અને સંહાર વિના હોતી નથી.”
અને ધ્રૌવ્ય પણ ઉત્પન્ન, વિનાશ વિના નાશ હોતું નથી. આરે... આવો ધરમ હવે, આમાં શું કરવું
આમાં? મંદિર કરવા ને આ કરવું ને ફલાણું કરવું! આહા... હા! (શ્રોતાઃ) હવે ક્યાં કરવું છે
પાછું...! (ઉત્તરઃ) હવે થઈ ગ્યા છે એમ કહે છે. પણ હજી થવાના છે આંહી. આફ્રીકામાં નૈરોબી, પંદર
લાખનું, વીસ લાખનું થશે! જાન્યુઆરીની ૧૯ મી તારીખે, મંદિરનું મુહૂર્ત છે. આફ્રીકા નૈરોબી.’ એની
માંગણી છે ત્યાં જવાની. ત્યાં સાઠ ઘર છે, શ્વેતાંબર હતા દિગંબર થઈ ગ્યા. સાઠ ઘર. એમાં સાત-
આઠ ઘર તો કરોડોપતિ છે, બાકીનાં બીજા ઘર છે (તે કોઈ) વીસ લાખ, પચ્ચીસ લાખ, ચાલીશ
લાખ, પચાસ લાખ. બધા પૈસાવાળા સાઠ ઘર (છે). એણે એ લોકોએ પોર જેઠસુદ - ૧૧ મુહૂર્ત
(કર્યું, આજે જેઠ વદ ત્રીજ છે. જેઠ શુદ અગિયારસે મુહૂર્ત કર્યું છે. તે (હવે) મંદિર તૈયાર થવા