Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 216 of 540
PDF/HTML Page 225 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૧૬
થાય. ત્યાં (૧) જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ ન થાય. (અર્થાત્ જેમ
કુંભની ઉત્પત્તિ ન થાય તેમ વિશ્વના કોઈપણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો દ્રવ્યમાં કોઈપણ ભાવનો
ઉત્પાદ જ ન થાય એ દોષ આવે); અથવા (૨) જો અસત્નો ઉત્પાદ થાય તો
વ્યોમપુષ્પ વગેરેનો
પણ ઉત્પાદ થાય (અર્થાત્ શૂન્યમાંથી પણ પદાર્થો ઉત્પન્ન થવા માંડે એ દોષ આવે.)
વળી કેવળ સંહાર આરંભનાર મૃત્તિકાંપિંડનો (-ઉત્પાદ અને ધ્રૌવ્ય રહિત એકલો વ્યય કરવા
જનાર મૃત્તિકાપિંડનો), સંહારકારણના અભાવને લીધે, સંહાર જ ન થાય; અથવા તો સત્નો જ
ઉચ્છેદ થાય. ત્યાં, (૧) જો મૃત્તિકાપિંડનો સંહાર ન થાય તો બધાય ભાવોનો સંહાર જ ન થાય
(અર્થાત્ જેમ મૃત્તિકાપિંડનો વ્યય ન થાય તેમ વિશ્વના કોઈપણ દ્રવ્યમાં કોઈપણ ભાવનો વ્યય જ ન
થાય એ દોષ આવે); અથવા (૨) જો સત્નો ઉચ્છેદ થાય તો ચૈતન્ય વગેરેનો પણ ઉચ્છેદ થાય
(અર્થાત્ સર્વ દ્રવ્યોનો સમૂળગો વિનાશ થાય એ દોષ આવે).
વળી કેવળ સ્થિતિ પ્રાપ્ત કરવા જનારી મૃત્તિકાની, વ્યતિરેકો સહિત સ્થિતિના - અન્વયનો
તેને અભાવ થવાને લીધે, સ્થિતિ જ ન થાય; અથવા તો ક્ષણિકનું જ નિત્યપણું થાય. ત્યાં, (૧) જો
મૃત્તિકાની સ્થિતિ ન થાય તો બધાય ભાવોની સ્થિતિ જ ન થાય (અર્થાત્ જો માટી ધ્રુવ ન રહે, ન
ટકે, તો માટીની જેમ વિશ્વનું કોઈપણ દ્રવ્ય ધ્રુવ જ ન રહે - ટકે જ નહિ એ દોષ આવે); અથવા
(૨) જો ક્ષણિકનું નિત્યપણું થાય તો ચિત્તના ક્ષણિક ભાવોનું પણ નિત્યપણું થાય (અર્થાત્ મનનો
દરેક વિકલ્પ પણ ત્રિકાળિક ધ્રુવ બને એ દોષ આવે.)
માટે દ્રવ્યને ઉત્તર ઉત્તર વ્યતિરેકોના સર્ગ સાથે, પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સંહાર સાથે અને
અન્વયના અવસ્થાન સાથે અવિનાભાવવાળું, જેને નિર્વિઘ્ન (અબાદિત) ત્રિલક્ષણપણારૂપ લાંછન
પ્રકાશમાન છે એવું, અવશ્ય સંમત કરવું. ૧૦૦.





----------------------------------------------------------------------
૧. વ્યોમપુષ્ય = આકાશનાં ફૂલ.
૨. સંહારકારણ = સંહારનું કારણ.
૩. કેવળસ્થિતિ = (ઉત્પાદ અને વ્યય વિનાનું) એકલું ધ્રુવપણું; એકલું ટકવાપણું; એકલું અવસ્થાન. (અન્વય વ્યતિરેકો સહિત જ હોય
છે તેથી ધ્રૌવ્ય ઉત્પાદવ્યય સહિત જ હોય, એકલું હોઈ શકે નહિ. જેમ ઉત્પાદ (અથવા વ્યય) દ્રવ્યનો અંશ છે -સમગ્ર
દ્રવ્ય નથી, તેમ ધ્રૌવ્ય પણ દ્રવ્યનો અંશ છે - સમગ્ર દ્રવ્ય નથી.)
૪. ઉત્તર ઉત્તર = પછી પછીના.
પ. અવસ્થાન = ટકવું તે; ધ્રુવ રહેવું તે.
૬. લાંછન = ચિહ્ન.