ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૧પ
હવે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો પરસ્પર અવિનાભાવ દ્રઢ કરે છેઃ-
ण भवो भंगविहीणो भंगो वा णत्थि संभवविहीणो ।
उप्पादो वि य भंगो ण विणा धोव्वेण अत्थेण ।। १००।।
न भवो भंगविहीनो भंगो वा नास्ति संभवविहीनः ।
उत्पादोऽपि च भंगो न बिना ध्रौव्येणार्थेन ।। १००।।
ઉત્પાદ ભંગ વિના નહિ, સંહાર સર્ગ વિના નહિ;
ઉત્પાદ તેમ જ ભંગ, ધ્રૌવ્ય – પદાર્થ વિણ વર્તે નહિ. ૧૦૦
ગાથા ૧૦૦
અન્વયાર્થઃ– (भवः) ઉત્પાદ (भंगविहीनः) ૨ ભંગ વિનાનો (न) હોતો નથી (वा) અને
(भंगः) ભંગ (संभवविहिनः) ઉત્પાદ વિનાનો (नास्ति) હોતો નથી; (उत्पादः) ઉત્પાદ, (अपि
च) તેમ જ (भंगः) ભંગ (ध्रौव्येण अर्थैन विना) ધ્રૌવ્ય પદાર્થ વિના (न) હોતા નથી.
ટીકાઃ– ખરેખર ૩સર્ગ ૪સંહાર વિના હોતો નથી અને સંહાર સર્ગ વિના હોતો નથી; પસૃષ્ટિ
અને સંહાર ૬સ્થિતિ વિના હોતાં નથી, સ્થિતિ સર્ગ અને સંહાર વિના હોતી નથી.
જે સર્ગ છે તે જ સંહાર છે, જે સંહાર છે તે જ સર્ગ છે; જે સર્ગ ને સંહાર છે તે જ સ્થિતિ છે,
જે સ્થિતિ છે તે જ સર્ગ ને સંહાર છે. તે આ પ્રમાણેઃ જે કુંભનો સર્ગ છે તે જ ૭મૃત્તિકાપિંડનો સંહાર
છે, કારણ કે ભાવનું ભાવાન્તરના અભાવસ્વભાવે અવભાસન છે (અર્થાત્ ભાવ અન્યભાવના
અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે - દેખાય છે.) વળી જે મૃત્તિકાપિંડનો સંહાર છે તે જ કુંભનો સર્ગ છે,
કારણ કે અભાવનું ભાવાન્તર ભાવસ્વભાવે અવભાસન છે (અર્થાત્ નાશ અન્યભાવના ઉત્પાદરૂપ
સ્વભાવે પ્રકાશે છે). વળી જે કુંભનો સર્ગ અને પિંડનો સંહાર છે તે જ મૃત્તિકાની સ્થિતિ છે, કારણ કે
૮વ્યતિરેકો અન્વયને અતિક્રમતા (ઓળંગતા, છોડતા) નથી. વળી જે મૃત્તિકાની સ્થિતિ છે તે જ
કુંભનો સર્ગ અને પિંડનો સંહાર છે, કારણ કે વ્યતિરેકો દ્વારા જ ૯અન્વય પ્રકાશે છે.
અને જો આમ જ (ઉપર સમજાવ્યું તેમ જ) ન માનવામાં આવે તો ‘અન્ય સર્ગ છે, અન્ય
સંહાર છે, અન્ય સ્થિતિ’ છે એવું આવે છે (અર્થાત્ ત્રણે જુદાં છે એવું માનવાનો પ્રસંગ આવે છે.)
એમ થતાં (શા દોષો આવે તે સમજાવવામાં આવે છે)ઃ
કેવળ સર્ગ શોધનાર કુંભની (-વ્યય અને ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની),
૧૦ઉત્પાદનકારણના અભાવને લીધે, ઉત્પત્તિ જ ન થાય; અથવા તો અસત્નો જ ઉત્પાદ
----------------------------------------------------------------------
૧. અવિનાભાવ = એક વિના બીજાનું નહિ હોવું તે; એકબીજા વિના હોઈ જ ન શકે એવો ભાવ.
૨. ભંગ = વ્યય; નાશ. ૩. સર્ગ = ઉત્પાદ; ઉત્પત્તિ.
૪. સંહાર = વ્યય; નાશ. પ. સૃષ્ટિ=ઉત્પત્તિ.
૬. સ્થિતિ = ટકવું તે; ધ્રુવ રહેવું તે; ધ્રૌવ્ય. ૭. મૃત્તિકાપિંડ= માટનો પિંડ; માટીનો પિંડો.
૮. વ્યતિરેક = ભેદ; એકનું બીજારૂપ નહિ હોવું તે; ‘આ તે નથી’ એવા જ્ઞાનના નિમિત્તરૂપ ભિન્નરૂપપણું.
૯ અન્વત= એકરૂપતા; સદ્રશતા; ‘આ તે જ છે’ એવા જ્ઞાનના કારણભૂત એકરૂપપણું.
૧૦. ઉત્પાદનકારણ=ઉત્પત્તિનું કારણ.