ગજબ વાત છે!! આ શ્લોકો!! ગાથાઓ!! ભાઈ, જન્મ - મરણ કરીને ચોરાશીના અવતાર (માં
રડવળે) શરીરની એવી સ્થિતિ થાય, જડની થાય - તે સમય તે શરીરનો પર્યાય, જે રીતે - રોગરૂપે
થવાનો હોય છે તે રીતે જ તે સમયે (તે પર્યાય) થાય, અને પૂર્વની જે નીરોગ અવસ્થાનો જે વ્યય
થાય, (તેનો પણ) તે જ સમય છે. નીરોગતાનો વ્યય ને રોગનો ઉત્પાદ, તે જ સમયે છે. અને તે
વખતે પણ પરમાણુનું ટકવું- સ્થિતિ પણ તે જ સમયે છે. આહા... હા! હવે આમાં સ્થિતિ ને ઉત્પાદ
ને વ્યય (નો) સમય એક છે. એની ઉત્પત્તિ સંહાર વિના નથી, પરના - નિમિત્ત વિના નથી. એમ
છે? કેટલી વાત (સત્ય) કરી છે! આહા.. હા! નિમિત્તથી થાય એમ (અજ્ઞાની) કહે છે એનો અહીં
નિષેધ કરે છે. નિમિત્ત (રૂપે) ચીજ જગતમાં હોય છે ચીજ ભલે હો, બહિઃ ઉચિત આવ્યું’ તું ને...!
(ગાથા-૯પ ટીકામાં ‘કે જે ઉચિત બહિરંગ સાધનોની સંનિધિના સદ્ભાવમાં અનેક પ્રકારની ઘણી
અવસ્થાઓ કરે છે તે–’ (નિમિત્ત) હો, પણ અહીંયાં ઉત્પાદ-વ્યય થયો છે તે પોતાથી ને વ્યય છે
તેનો તેજ ઉત્પાદ છે. ઉત્પાદ તે વ્યય છે ને વ્યય છે તે ઉત્પાદ છે અને ઉત્પાદ વ્યય છે તે ધ્રૌવ્ય છે.
સમય એક જ (ત્રણેયનો). આહા... હા! ધીરો થઈને જુએ! આ રીતે જયારે પોતાની પર્યાયમાં પણ
(ત્રણે એકસમયે છે). પરમાં તો જોવાનું રહ્યું નથી. પોતાની પર્યાયનો ઉત્પાદ તે જ વ્યયનો કાળ છે,
પણ ઉત્પાદ ને વ્યય ને ધ્રૌવ્યમાં વર્તવું દ્રવ્ય, તેના ઉપર એણે દ્રષ્ટિ કરવી. આહા..! હા! સમજાણું
કાંઈ?
ઉત્પત્તિ છે તે સમયનો ઉત્પાદ- એ વ્યય તે જ ઉત્પાદ ને ઉત્પાદ તે જ વ્યય ને તે જ સ્થિતિ - છે
એક સમયને એટલે તે તે કીધું છે. આહા... હા! “જે સર્ગ ને સંહાર છે તે જ સ્થિતિ છે, જે સ્થિતિ છે
તે જ સર્ગ ને સંહાર છે. તે આ પ્રમાણેઃ” હવે દ્રષ્ટાંત ભગવાન કુંદકુંદાચાર્ય (આપે છે.) . મૂળ પાઠ છે.
પણ કુંભની ઉત્પત્તિ નહીં. અહીંયાં તો એકસમયમાં પણ સિદ્ધ કરવા છે (માટે
આહા..!
ઉત્પત્તિનો સમય છે તે પિંડના વ્યયનો સમય છે. અરે..! શું