થાય છે.
છે) બહુ સારો છે. થોડું પણ સત્ય હોવું જોઈએ ભાઈ! લાંબી લાંબી વાતો કંઈ મોટી (કરે) ને સત્ય
કાંઈ હાથ ન આવે. ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય સત્ એ ઉત્પાદભાવથી અનેરો વ્યયભાવ, એના
અભાવસ્વભાવે ઉત્પન્ન (ઉત્પાદ) છે. આહા... હા! (શ્રોતાઃ) કેવલજ્ઞાની ભગવાન ભાવશ્રુતથી
દિવ્યધ્વનિમાં જ્ઞાન આપે છે.
એ તો અભાવ છે. (શ્રોતાઃ) અભાવસ્વભાવે કહ્યું પણ જડનો અભાવ થયો નથી (ઉત્તરઃ) ના, ના.
એ તો બધી ખબર છે, પણ બીજું છે. એ શ્રુતજ્ઞાનનો ઉપદેશ પણ કોણ આપે? એ તો પહેલું કહી
ગ્યા... ને!
ભાવ (એટલે) નહોતી પર્યાય થઈ એ અનેરો ભાવ એ ભાવના અભાવ સ્વભાવે ભાષા થઈ છે.
ભગવાને ભાષા કરી છે એમ નથી. ભાવિના ભાગ્યને લઈને થઈ છે એમે ય નથી. આહા.. હા!
(શ્રોતાઃ) ભવિના ભાગ્ય માટે તો કહેવાય છે.. . (ઉત્તરઃ) એ તો કીધું ને.. એ બધી નિમિત્તથી વાતું
બાપા!
(એ બધા વ્યવહારથા કથન છે) (લોકો કહે ને) બે કારણે કાર્ય થાય. (એમ કહીને) વાંધા ઊઠાવે
છે. ‘તત્ત્વાર્થ રાજવાર્તિક’ માં એવું આવે છે, બે કારણે કાર્ય થાય. અહીંયાં તો કહે છે કે એ બીજી
ચીજ છે એવું જ્ઞાન કરાવ્યું છે. અહીંયાં સાધક રાગ છે એનાથી સમ્યગ્દર્શન થાય, સાધકથી સાધ્ય થાય
એમ નથી પણ નિમિત્તથી કથન છે. બાકી તો સાધક જે શુભરાગ છે એનો વ્યય થઈને (સમ્યગ્દર્શન
થાય છે). (શુભરાગ છે) એની રુચિનો વ્યય થઈને - એ સમ્યક્ત્વી પર્યાયથી (શુભ) ની રુચિ છે
તે અનેરો ભાવ છે - તેનો અભાવ થઈને સમ્યગ્દર્શનની પર્યાય ઉત્પન્ન થાય છે. (વસ્તુનું સ્વરૂપ)
આમ છે. ક્યાંય તમારા ચોપડામાં આવે નહીં. ક્યાંય, વેપારમાં આવે નહીં, અત્યારે તો સંપ્રદાયમાં ય
આવતું નથી, પ્રભુ શું! આહા... હા! અને એકાંત, એકાંત કરીને (આ વાતને લક્ષમાં ન લ્યે.)
આહા... હા! માંડ બહાર આવ્યું અનેકાન્ત!! હળવે બોલો, ઉતાવળથી બોલો, સમજાય એમ બોલો એ
બધી વાતું હો! આહા.. હા! અરે!