એટલે દાનની (નહીં) પરને દાન આત્મા કરી શકતો નથી. પૈસા દેવાનું, રૂપિયા આપવાનું એવું તો
આત્મા કરી શકતો નથી. અરે...! મુનિને આહારદાન આપે, એ પણ કાર્ય આત્માનું નહીં. આહ... હા!
એ આહારના પરમાણુની પર્યાય જે રોટલીરૂપે છે. એ આમ-આમ જાય છે. એ પર્યાયના ભાવથી પૂર્વે
જે ભાવ હતો - આમ - આમ નહોતું તે ભાવાંતરના અભાવસ્વભાવે એ પર્યાય (આહારની) થાય
છે. દેનારના ભાવથી તે ભાવ થાય છે (એમ છે નહીં)... આહા...! દેનારના ભાવથી ત્યાં રોટલી
અપાય છે કે મોસંબીનો રસ અપાય છે. (એમ નથી.) આહા.. હા! આવી વાત! કો’ ભાઈ! કોઈએ
કોઈ’ દી ક્યાં’ ય સાંભળ્યું નહોતું (આવું તત્ત્વસ્વરૂપ). શું શૈલી!! આહા.. હા!
વિરૂદ્ધ (નો ભાવ) - એનાથી અનેરો ભાવ- ખપતું હતું. એવો ભાવ એના અભાવથી ઉત્પન્ન ભાવ
(ખપતું નથી એ ભાવ) થયો. આહા... હા! આવું સ્વરૂપ છે! આ તો બધો ઊડાવી દ્યે છે વ્યવહાર
(શ્રોતાઃ) વ્યવહાર તો હોય ને પણ... (ઉત્તરઃ) આ જ વ્યવહાર છે. પર્યાયને... ઉત્પાદ... વ્યવસિદ્ધ
કરીએ એ વ્યવહાર છે. એનું લક્ષ દ્રવ્ય ઉપર જાય એ નિશ્ચય છે. આહા... હા! સમજાણું કાંઈ?
ઘડાની ઉત્પત્તિ થઈ એ ભાવનું “ભાવાંતરના” એટલે અનેરા ભાવનું એટલે કે પિંડ જે અનેરો ભાવ
હતો તેના “અભાવસ્વભાવે અવભાસન છે” આહા.. હા! એક ન્યાય સમજે તો (બધું સમજાય
જાય). (આ તો) પરનું કરું, પરનું કરવું, પરનું કરું. (એ અભિપ્રાય અજ્ઞાન-મિથ્યાત્વ છે). આહા..
હા! “મોક્ષમાર્ગપ્રકાશક” માં આવે છે ભગવાને ઉપકાર કર્યો. આઠમાં (અધ્યાયમાં). એટલે એ તો
સમજાય છે કે વાણી નીકળી.
પર્યાય ઉત્પન્ન થઈ, એનાથી અનેરો ભાવ, એનો વ્યય થઈને અભાવ થ્યો, ત્યારે તે ભાષા નીકળી છે.
ભગવાનની થઈ નથી. કે જગતના ભાગ્યને ઉદયને લઈને થઈ નથી.
પર્યાય પ્રકાશે છે. એમ નથી. ઓલું આવે છે ને કંઈક નહીં, ફૂલચંદજીએ ખુલાસો કર્યો છે. યાદ રહે
નહીં.