Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 233 of 540
PDF/HTML Page 242 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૩૩
જ્ઞાનાવરણીયના ક્ષયોપશમને લઈને છે. આહા.. હા! આ તો સમજાય એવું છે બાપા! ભગવાન
આત્માને ન સમજાય (તો) કોને સમજાય? આહા... હા! જ્ઞાનની હીણી દશા, અરે! અધિક દશા લ્યો,
જ્ઞાનની વિશેષ દશા થઈ એ જ્ઞાનાવરણીય કર્મના અભાવથી થઈ એમ નહીં. આહા...! એ જ્ઞાનની
અધિક દશા થઈએ પૂર્વે જે હીણી દશા હતી એ અધિક દશાથી અનેરો ભાવ છે, એ અધિક દશા
જ્ઞાનની એમાં પહેલાં હીણી દશા હતી એ ભાવાંતર છે - અનેરો ભાવ છે, એના અભાવસ્વભાવે
જ્ઞાનની અધિકતા ભાસે છે. આહા... હા! જ્ઞાનની હીણીદશામાં અભાવસ્વભાવે જ્ઞાનની અધિક દશા
ભાસે છે. જ્ઞાનાવરણીય (કર્મ) ના ક્ષયોપશમથી જ્ઞાનની પર્યાય અધિક થઈ એમ ભાસે છે એમ નથી.
આહા... હા! પ્રભુ! પ્રભુ! પ્રભુ! મારગ તો જુઓ! બહુ સરસ વાત છે આ. એ ભાઈ! બહુ વાત, ઠીક
આવી ગ્યા! આવી વાત છે બાપા! શું કહીએ! વર્ણીજી હારે એની ચર્ચા થઈ’ તી. વિરોધ કર્યો બહુ!
આવી શ્રદ્ધા અજ્ઞાન છે ને તે સંસારને ડૂબાડી દેશે. અરે પ્રભુ, શાંત થા ભાઈ! આ વિદ્વત્તાનું ચિહ્ન
નથી બાપા! ચોપડીમાં છાપ્યું’ તું, ચોપડી છપાઈ ગઈ છે.
(એ ચોપડીમાં લખ્યું છે શું કોણ ત્યાં ગયા? રતનચંદજી) ‘મહારાજ, કાનજી સ્વામી એમ કહે
છે કે જ્ઞાનની હીણી-અધિકતા પોતાની યોગ્યતાથી થાય છે. જ્ઞાનાવરણીયને લઈને નહીં. કેમ મહારાજ!
(તમે શું કહો છો?) અરે, ઈ અગિયાર અંગનો ભણનાર કહે તો ય ઈ વાત સાચી નહીં. (શ્રોતાઃ)
આપે સ્વીકારી લીધી? (ઉત્તરઃ) એ વસ્તુ જ એની પાસે નથી એને ચાલતી નથી બચારાંને (ખબર
જ નથી) શું થાય? અરે...રે! એને આત્માનું હિત તો કરવું છે ને...! એને હિત તો કરવું છે ને...!
દુઃખી થાય એવું તો (અમને ભાવમાં’ ય ન હોય). પણ ખબર ન મળે તત્ત્વની! આહા..!
સંતોષકુમાર! આ એ સંતોષકુમાર છે ને..! તમારું નામ કીધું વિદિશા આ દમોહ. આહા... હા! પ્રભુ!
કહે છે કે આત્મામાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ એ ‘ભાવ’ . એનાથી ભાવાંતરપૂર્વની પર્યાય હીણી
તે ભાવાંતર. એના અભાવસ્વભાવે (કેવળ) જ્ઞાનની પર્યાય ભાસે છે. જ્ઞાનાવરણીય (કર્મ) ના ક્ષયથી
ભાસે છે એમ નહીં. છે.? આત્મામાં રાગ થાય, એ રાગની ઉત્પત્તિ (ની પર્યાય છે). એ પૂર્વની
પર્યાયના સંહારથી થાય છે. કર્મના ઉદયને લઈને રાગ ઉત્પન્ન થાય છે એમ નથી. (એ) રાગની
ઉત્પત્તિ છે એ ‘ભાવ’ છે. અને એનાથી અનેરો ભાવ, પહેલી જે પૂર્વપર્યાય હતી પગટી છે પણ થોડી
છે એ અનેરો ભાવ, તેના અભાવસ્વભાવે જ્ઞાનની (રાગરૂપ) વર્તમાન દશા દેખાય છે. આહા.. હા! શું
આચાર્યોની શૈલી! ગજબ વાત છે બાપુ!! તીર્થંકરદેવ સાક્ષાત્ બિરાજે છે આહા... હા! એની
દિવ્યધ્વનિ (સાંભળી) જ્યાં ઇન્દ્ર બોલી નીકળે (ઊઠે) (અહો પ્રભુ!) ગલુડિયાંની જેમ બેસે
સાંભળવા (એ વાણીને) બાપુ, એ મારગ તો અલૌકિક છે. ઈ લૌકિકથી સમજાય એવું નથી આહા...
હા!
(કહે છે કેઃ) એમ (આત્મામાં) સંપ્રદાન નામનો ગુણ છે એમાં પર્યાય પ્રગટ થાય છે.