Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 232 of 540
PDF/HTML Page 241 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૩૨
જે ભાવ. તેનાથી ભાવાંતર- અનેરો ભાવ (જે પિંડનો ભાવનો) સંહાર તે અભાવ. ભાવાંતર એટલે
ભાવથી અનેરો ભાવનો (તે) અભાવ. એ અભાવસ્વભાવથી આ ઉત્પાદ ભાસે છે. સમજાય છે કાંઈ?
આ તો વસ્તુની સ્થિતિનું વર્ણન છે.
‘અને સમ્યગ્દર્શનનો વિષય છે.’ એ રીતે બરાબર પ્રતીત થવી
જોઈએ. પ્રતીતિમાં પણ આવે છે. આવ્યું’ તું ને ઓલામાં (ગાથા-૯૮ ટીકામાં) અતાદ્ભાવિક
(ભેદમાં). પર્યાયથી જોઈએ તો (ભેદ) ઉન્મગ્ન છે (અને દ્રવ્યથી જોઈએ તો નિમગ્ન છે) એમ
આવ્યું’ તું (ગાથા-૯૮ ની ટીકામાં). ભઈ, આ તો સર્વજ્ઞભગવાન, એના જ્ઞેયો - પદાર્થ, એની
પ્રતીતિ કેમ કરવી અને એનું કેવું સ્વતઃ સ્વરૂપ છે એની વાત છે. આહા.. હા!
અહીંયાં કહે છે કહો જે ઉત્પન્ન થયો, એ કુંભારથી નહીં. પણ તે ઉત્પત્તિનો ભાવ છે એનાથી
ભાવાંતર - અનેરો ભાવ એટલે વ્યય (અર્થાત્) અનેરો ભાવ વ્યય, એમ (ઉત્પત્તિનો) ભાવ છે તેમાં
એનો અભાવ છે, એ અભાવથી તે ભાવ ભાસે છે. પૂર્વની અવસ્થાના અભાવથી ઘડાની અવસ્થા
ભાસે છે. ઘડાની અવસ્થા ‘ભાવ’ છે. એ ભાવાંતરના એના ભાવથી અનેરા ભાવ પૂર્વની અવસ્થા તે
અનેરો ભાવ એનો અભાવ (એટલે) માટીના પિંડની અવસ્થાનો અભાવ (ને) એ પિંડમાંથી માટીના
ઘડાની ઉત્પત્તિનો સદ્ભાવ. આહા.. હા! શું વાત કરી છે (અલૌકિક!!) ધ્યાન રાખે, તો પકડાય એવું
છે. ભાષા સંસ્કૃતની કંઈ ઝીણી નથી. આહા..!
(વળી ફરીને જુઓ!) આ શરીર છે. (આ હાથ હાલવાની) આ પર્યાય છે, એ પર્યાય એના
પહેલાની જે પર્યાય હતી (સ્થિર હાથની) તે આ (હાલવાની) પર્યાયથી ભાવાંતર છે. અનેરો ભાવ-
અનેરી દશા (છે). આ ચાલવાની ઉત્પત્તિ એનાથી અનેરો ભાવ (છે). એના અભાવથી આ
(હાલવાનો) ભાવ પ્રકાશે છે. પૂર્વ ભાવના અભાવભાવથી આ ભાવ પ્રકાશે છે. આહા... હા!
આત્માથી એ ભાવ હાલે છે ને ચાલે છે અને પ્રકાશે છે એમ નથી. આવી વાત છે!
(શ્રોતાઃ)
સમ્યગ્દર્શનની પર્યાયની ઉત્પત્તિ શી રીતે છે? (ઉત્તરઃ) સમ્યગ્દર્શનની પર્યાયની ઉત્પત્તિ (માટે) કાલ
આ દાખલો આપ્યો હતો. એનાથી ભાવાંતર એટલે મિથ્યાત્વ, તેના અભાવસ્વભાવે સમ્યગ્દર્શન પ્રકાશે
છે. દર્શનમોહના અભાવ સ્વભાવે સમ્યગ્દર્શન પ્રકાશે છે એમ નથી. આહા... હા! કહો મિઠાલાલજી,
વાતું તો મિઠ્ઠી છે બધી. આહા... હા!
(આ) જ્ઞાનમાં, હીણી દશાનો ઉત્પાદ, એ પૂર્વની જે દશા હતી કંઈક ઠીક તેનો અભાવ, હીણી
પર્યાય-હીણી ઉત્પત્તિ એનું એ ભાવથી ભાવાંતર (એટલે) એ પર્યાય હીણી ઉત્પન્ન થઈ - હીનતાની
ઉત્પત્તિના ભાવાંતર એટલે અનેરી પર્યાય, એના અભાવસ્વભાવે એ જ્ઞાનની હીનતા પ્રકાશે છે. કર્મને
લઈને નહીં. આ મોટો વાંધો ઊઠયો હતો વર્ણીજી હારે. (એણે) ચોપડીમાં લખ્યું છે. આંહીનો વિરોધ
કર્યો છે. ‘જ્ઞાનાવરણીય’ બહાર પાડયું છે. પાડો બાપા! એને ખબર નથી બચારાને... એનું એમ કહેવું
હતું કે જ્ઞાનની હીણી અવસ્થા જ્ઞાનાવરણીયના ઉદયને લઈને છે. અને જ્ઞાનની વિશેષ દશા એ