હવે આ તો સમજાય એવું છે. ‘સર્ગ છે તે જ સંહાર છે. - ઉત્પન્ન જે છે તે જે સંહાર છે. તે ઉત્પાદથી
લેશે. જે સંહાર છે - વ્યય છે તે જ ઉત્પાદ છે. “જે સંહાર છે તે જ સર્ગ છે; જે સર્ગને સંહાર છે તે જ
સ્થિતિ છે.” ઉત્પાદ છે, વ્યય છે, એ સ્થિતિ છે. ત્રણેય એક સમયમાં છે. જે સ્થિતિ છે તે જ ઉત્પન્ન
અને સંહાર છે.
ઉત્પાદ- ઘડાનો ઉત્પાદ, ઘડાનો ઉત્પાદ (એટલે) ઊપજે છે ને ઘડો. એ મૃત્તિકાપિંડનો સંહાર છે.
ઘડાની ઉત્પતિ જે છે તે જ મૃત્તિકાપિંડનો અભાવ (છે). મૃત્તિકાપિંડનો સંહાર કહો કે અભાવ કહો
(એકાર્થ છે). આહા... હા! આ તો સમજાય એવું છે!
ભાવાંતર (જે ભાવ છે) તે ભાવનો અભાવ, ભાવાંતર (અર્થાત્) ભાષાની પર્યાયથી બીજો અનેરો
ભાવ (એટલે) સંહાર-વ્યય તેના અભાવ સ્વભાવે ઈ ભાષાની પર્યાય પ્રકાશે છે. આત્માથી નહીં.
આહા..! લો આવું છે. ભુકકો - બુક્કાનું અહીંયાં નથી. ભુકકાનો વેપાર છે ને એને...! શું કહેવાય
એને? પાવડર. એ પાવડરની ઉત્પત્તિ થઈ, પર્યાયપણે. તો તે પૂર્વની પર્યાય - અવસ્થા હતી તેનો
સંહાર (-તે નાશ). ઉત્પત્તિના (પાવડરના) ભાવથી અનેરો ભાવ એટલે (ગાંગડાનો) સંહાર, એ
ભાવથી ભાવાંતર, એના અભાવ (સ્વભાવે) તે ભાવ (પાવડર) દેખવામાં આવે છે. લ્યો, આ તમારા
પાવડર પર ઊતાર્યું! આહાહા. આચાર્યે પણ ઘટનો દ્રષ્ટાંત આપ્યો છે ને...! જુઓ! ઘડાની ઉત્પત્તિ,
એનો