એમ ન લેવું કે એ સંહાર થ્યો એ જ પર્યાય ઉત્પાદપણે આવી છે, એમ નહીં. જે સંહાર છે તે કુંભની
ઉત્પત્તિ છે કારણ કે અભાવનું ભાવાંતરનાં અભાવસ્વભાવે (છે). આહા.... હા! વ્યય જે અભાવ છે
એનાથી ભાવાંતર જે ઉત્પાદ છે એના ભાવસ્વભાવે વ્યયનું ભાસન થાય છે. આહા... હા! ભાષા તો
એવી છે મીઠી! એ, મૃત્તિકાપિંડનો સંહાર તે જ કુંભની ઉત્પત્તિ છે. કારણ કે અભાવનું એટલે પૂર્વે
(માટીના) પિંડનો અભાવ થ્યો, તેનું ભાવાંતર એટલે તેનાથી અનેરો ભાવ (એટલે) ઉત્પાદ (થ્યો,)
અનેરા ભાવના ભાવસ્વભાવે અવભાસન - દેખાય છે, એમ છે એમ દેખાય છે. નાશ- અન્યભાવના
ઉત્પાદરૂપ સ્વભાવે પ્રકાશે છે. નાશ છે તે અનેરોભાવ જે એ ઉત્પાદ છે તેના અનેરા સ્વભાવે પ્રકાશે
છે. નાશ ને અનેરા ભાવરૂપે જે ઉત્પાદ છે, તેનાથી નાશ પ્રકાશે છે એનો અભાવ થઈને તે નાશ
પ્રકાશે છે, પણ ત્યાં કુંભાર હતો માટે તે (માટીના) પિંડનો વ્યય થયો એમ પ્રકાશતો નથી. આહા...
હા!