એ એનું કામ (છે), એ કામમાં પણ જેને જાણે છે એ કારણ કામમાં નહીં. આહા... હા! કેવળજ્ઞાનની
પર્યાય લોકાલોકને જાણે માટે લોકાલોક કારણ છે એમ નહીં. આહા... હા! તે કેવળજ્ઞાનની પર્યાય,
પૂર્વની પર્યાયના અભાવસ્વભાવે પ્રકાશે છે. તે જ સમયે ઉત્પાદ છે અને તે જ સમયે પૂર્વની પર્યાયનો
અભાવ છે. સંહાર છે. આહા.. હા.. હા.. હા!
(જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય છે.) અરે! પણ એવો વખત ક્યાં છે? આહા..! “પ્રગટ પર્યાય જે છે, પ્રગટ
પર્યાય વિનાનું દ્રવ્ય કોઈ દી’ ન હોય.’
હા.. હા! (આ એક ન્યાયમાં તો) કેટલું સમાડી દીધું છે!! ઉત્પત્તિ કીધી ને.. ઘટની.. (ઉત્પાદનો
પહેલો બોલ થયો) હવે બીજો બોલ આવ્યો.
આહા..! સંહાર છે તે અભાવ છે. એનો ભાવાંતર જે અનેરો ભાવ તે ઉત્પાદ (છે).. અ. હા.. હા..! છે’
પિંડનો સંહાર, તે કારણ તે કારણ તે અભાવ-તે કારણનો અભાવ, ભાવાંતર (એટલે) તે ભાવથી
અનેરો ભાવ (સંહાર ભાવથી અનેરો ભાવ) કોણ? ઉત્પન્ન થાય તે. ઘડાની ઉત્પત્તિ થાય તે. જેનું
સંહારના અભાવનું ભાવાંતરરૂપે પ્રકાશવું. આહા.. હા.. હા! પહેલા (બોલ) માં એમ હતું. ભાવાંતરનાં
અભાવસ્વભાવે પ્રકાશવું, અહીંયાં (બીજા બોલમાં) અભાવનું ભાવાંતરનાં ભાવસ્વભાવે પ્રકાશવું (છે).
ઉત્પન્ન છે ને..! સંહારને સમયે જ ઉત્પાદ છે, તે સંહારથી અનેરો ભાવ એટલે ઉત્પત્તિ (ઉત્પાદ). એ
ભાવના અભાવસ્વભાવે ભાવ (કહ્યું) પેલામાં અભાવસ્વભાવે અભાવ (કીધું તું) આમાં
અભાવસ્વભાવે ભાવ (કીધું). આહા... હા.. હા! મૃત્તિકાપિંડનો સંહાર છે - (માટીના) પિંડનો વ્યય છે
તે જ ઘડાની ઉત્પત્તિ છે, કારણ કે અભાવનું - એ પિંડનો અભાવ જેનું ભાવાંતર (એટલે) અનેરો
ભાવ એવો જે ઘડાની ઉત્પત્તિ તેના ભાવસ્વભાવે
એને વળી કઠણ પડે?
દીકરા ગાંડા એમ કહે અને ભરવાડણ ડાહી એના દીકરા ગાંડા એમ (પણ) કહે છે. ભરવાડણ ડાહ્યું
એના દીકરા ગાંડા એમ કહે વાણિયાણી વેવલીયું એના દીકરા ડાહ્યા એમ કહે છે. બધી વાતું છે. એવી
વાતું સાંભળતા. ઓહોહો! અઢી રૂપિયાનું મણ તો ચાર પૈસાનું શૈર એવી આ કૂંચી ઊતારી છે. એના