Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 238 of 540
PDF/HTML Page 247 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૩૮
ઉપરથી દાખલા (ગણો ને) ચાલીશ શેર સુધી લઈ જાવ એટલા દાખલા (ગણો તો પણ જરી ભૂલ ન
પડે).
(અહીંયાં કહે છે કેઃ) “અર્થાત્ નાશ અન્યભાવના ઉત્પાદરૂપ સ્વભાવે પ્રકાશે છે.” આહા..
હા! મોક્ષમાર્ગની પર્યાય (છે) એનો નાશ, એનો અનેરો ભાવ જે ઉત્પાદ કે જ્ઞાન, તેના સંહારના
અભાવસ્વભાવે ‘ભાવ’ ભાસે છે. સંહારનો અભાવસ્વભાવ અને ભાવાંતર એ ભાવ. ઉત્પન્ન થયેલ
ભાવ (અર્થાત્) સંહારના અભાવસ્વભાવરૂપ, ભાવથી અનેરો ભાવ ઉત્પન્ન થાય છે. આહા.. હા!
કર્મથી બિલકુલ નહીં એમ અહીંયા કહે છે. આહા...હા...હા!
(કહે છે લોકો કે) અંતરાયકર્મથી આત્મામાં વિઘ્ન પડે. એમ વાતું કરે. આહા..! (અમારે)
ભઈ ઘણી સમજવાની (ધગશ) છે પણ જ્ઞાનાવરણીય (કર્મ) નો ક્ષયોપશમ થાય તો ને...! એમ કહે
છે. આહા...! (સમજવામાં) જ્ઞાનાવરણીય (કર્મનો) ક્ષયોપશમ જોઈએને! એની અહીંયાં ના પાડે છે.
(કહે છે કેઃ) તારો જે ઉઘાડભાવ વર્તમાન (જે) સ્વતંત્ર ઉત્પાદ છે એને પૂર્વપર્યાયના ભાવના
અનેરાભાવના - અભાવસ્વભાવે તારું પ્રકાશવું છે. કર્મના અભાવસ્વભાવે નહીં. કર્મના અભાવસ્વભાવે
જ્ઞાનનું પ્રકાશવું છે એમ નહીં આતો ગયું છે કાલે. જ્ઞાનની હીણી - અધિક દશા જ્ઞાનાવરણીય (કર્મ)
ને લઈને થાય એ વાત સાચી નથી. આ ચર્ચા થઈ’ તી મોટી. (વર્ણીજી હારે ગણેશપ્રસાદ વર્ણી).
સમજાણું? આહા.. હા! છે ને ઈ છે ને! પુસ્તક છે ને એ ક્યાં છે? ખુલાસામાં આમ કહે છે એ?
(ચોપડીમાં વાંચીને) જુઓ પ્રશ્નઃ તો પણ જીવને ઉત્પાદ. જ્ઞાન કી પરિણતિ જીવકા સ્વભાવ તો
પરિણમના હૈ. ઔર વર્તમાન મેં જો હમારી સંસાર અવસ્થામેં એકેન્દ્રિય જીવોંકો જ્ઞાનકી કમી હુઈ હૈ
કયા વહ કર્મકી વજહસે હુઈ હૈ? બિના કર્મસે હુઈ હૈ (કમી સ્વયમેવ અપનેસે હુઈ હૈ)? આહા... હા!
વર્ણીજીઃ કમી કર્મ કે કારણ હૈ, કમી મેં કારણ કર્મકા ઉદય જ્ઞાનાવરણીયકર્મ હૈ, આહા.. હા! છે?
કાનજીસ્વામી કહતે હૈં મહારાજ! જ્ઞાનાવરણીય આદિ કર્મ કુછ નહીં કરતા. આહા..! અચ્છા હૈ ઠેઠ...
જ્ઞાનાવરણીય કર્મ-કર્મ કુછ નહીં કરતા. અપની યોગ્યતાસે જ્ઞાનમેં કમી હોતી હૈ, મહારાજ! જ્ઞાનકી
કમી-વૃદ્ધિ અપની વજહસે હોતી હૈ, અપની યોગ્યતાસે હોતી હૈ. કાનજીસ્વામી એમ કહતે હૈં. નિમિત્ત
કર્મ કુછ નહીં કરતા. મહારાજ! કયા યહ ઠીક હૈ? વર્ણીજીઃ કયા ઠીક હૈ? યહ ઠીક હૈ! આપ હી સોચો.
કૈસે યહ ઠીક હૈ, યહ ઠીક નહીં હૈ. અર..ર..ર! આવી ચીજ થઈ ગઈ. બિચારા વર્ણીજી. આવું કહેવું’ તું
ધરમમાં. એ લોકો તો પણ વર્ણીજી, વર્ણીજી કરે ને દિગંબરમાં. શાંતિસાગર કરતાં પણ ક્ષયોપશમમાં
ક્ષયોપશમ વધારે ને...! હવે ઈ આમ કહે છે. અહીં ભગવાન આમ કહે છે હવે. આહા.. હા! કે જ્ઞાનમાં
કમી હતી, એ પોતાની પર્યાયનો કમી થવાનો કાળ છે તેથી થાય છે. એ પૂર્વની પર્યાયના
અભાવસ્વભાવે થાય છે. એ કર્મના ઉદયને લઈને કમી થાય છે એમ નથી. વર્ણીજીને મળ્‌યા છો ને..!
ત્યાં ભાઈ છે બિચારાં આમ વિષ્ણુમાંથી આવ્યા’ તા.