આહા...! તો તો એનો અર્થ એ થ્યો કે સમકિતની ઉત્પત્તિ પણ દર્શનમોહના અભાવથી થાય. આહા...!
અહીંયાં કહે છે કે મિથ્યાત્વના અભાવથી સમકિતની ઉત્પત્તિ થાય. ઉત્પાદથી સંહાર એ અનેરો ભાવ
છે. એના અભાવથી તેની (ઉત્પાદનની) ઉત્પત્તિ થાય. આહા...હા...હા! ‘આ તો મહા સિદ્ધાંત છે.’
નિમિત્તનાં કથન છે. એમ નથી. વ્યવહારનય કહે છે એમ નથી. ભાઈએ ન કહ્યું? ટોડરમલ્લ (જી)
(‘મોક્ષમાર્ગપ્રકાશક’) માં કહ્યું છે જ્યાં જ્યાં વ્યવહારથી કહ્યું ત્યાં એમ નથી. એમાં નિમિત્ત હતું એનું
જ્ઞાન કરાવ્યું છે. (પણ) એમ નથી. (શ્રોતાઃ) મોક્ષમાર્ગપ્રકાશકમાં તો ચોખ્ખું છે. (શ્રોતાઃ) આવું
માને તો કથાનુયોગ આદિ શાસ્ત્રો ખોટાં પડી જાય..!
(તો તો) લ્યો, આ પ્રવચનસાર છે ઈ ખોટું પડે છે, ભગવાનની વાણી ખોટી પડે લ્યો!! (શ્રોતાઃ)
બે ય અપેક્ષામાં કઈ વાત સાચી?
તો એ કહે એ તો પંડિતોએ.. બનાવ્યું (છે) પણ એ બોલ્યા છે એ લખાણ હજારો પુસ્તક છપાઈ ગ્યા
છે. અરે! (આ તત્ત્વની) સૂક્ષ્મતા, બહુ સૂક્ષ્મતા! આ તો પૂર્વનું હતું અંદર એટલે આવ્યું નહીંતર તો
ક્યાં’ય સાંભળ્યું જાય નહીં. આહા... હા! એકોતેરમાં પહેલું બહાર પડયું! બપોરના પોષા કરીને બેઠા
હોય ને બધા. આહા... હા! દેશાઈ ને...! ભીમજી દેશાઈ! અને આ મનસુખભાઈ છે ને... એ બધા
પોષા કરીને બેઠાં’ તા બપોરે. સાંભળે પૂર્વમાં બેઠા હોય ઈ સાંભળે. પાછળ બેઠાબેઠા સાંભળે. કેમ તો
બોલી ન શકે! કહ્યુંઃ લઈને આત્માને વિકાર થાય એ બિલકુલ જૂઠી વાત. ત્યાં ‘આ’ ક્યાં હતું?
(પ્રવચનસાર આદિ) આ તો સાંભળ્યું નો’ તું કાંઈ! ‘પોતાની પર્યાય પોતાથી થાય, પરથી નહીં
એવો મહાસિદ્ધાંત છે’ કીધું. માનવું ન માનવું જગતની પાસે (છે) જૈનમાં તો કર્મથી – કર્મથી થાય’
(એવો જ અભિપ્રાય ઘણાનો છે). પેલા જેઠાભાઈ છે ને...! રામવિજયજી હારે ચર્ચા કરે.
રામવિજયજીએ કહ્યું કે કર્મથી વિકાર થય, કર્મ બંધાશે પછી કરમ (થી છૂટશે ત્યારે વિકારથી છૂટશે)
આ કહે કે એ માન્યામાં આવતું