ઉદયને અડતું નથી. (કર્મ) એ જડ છે. પ્રભુ ચૈતન્ય અરૂપી છે. અરૂપી, રૂપીને કેમ અડે? કર્મ જડ છે
એ આત્માને કેમ અડે? (કદી ન અડે.) આહા.. હા! અને કર્મનો ઊદય પણ ઉત્પન્ન જે થયો, તે
સત્તાની પર્યાયમાં અહીં સંહાર થ્યો. આહા.. હા! એની સત્તાની પર્યાયનો સંહાર થ્યો (એ) ઉત્પન્ન
કાળથી ભાવાંતર - અનેરો ભાવ જે સત્તાના પર્યાયનો અભાવ, એનાથી ઉત્પન્ન છે. આહા... હા.. હા!
કો’ (પંડિતજી)! આવું છે. ‘પ્રભુ ત્યાં રહ્યા (અમે) અહીં આવી ગ્યા!! આહા.. હા! આ મારગ
પ્રભુનો છે, હાલ્યો આવે છે. એના પડયા વિરહ! વાતું રહી ગઈ. એના અર્થ ઊંધા કરીને (અધર્મ
ચલાવ્યો.) અને (આ સત્ને) એકાંત છે (એકાંત છે) એમ ચલાવ્યું. શું થાય બાપુ! એમાં બીજાને
નુકસાન નથી. ઈ (લોકો) એકાંત કહે તો બીજાને નુકસાન છે કાંઈ? નુકસાન તો એને છે. આહા...
હા!
ભાવથી (એ) ભાવ ઉત્પન્ન ભાસે છે. આહા.. હા.. હા! દાખલા આખી દુનિયાના આવે એમાં (સિદ્ધાંત
સમજવો જોઈએ). (સભાને ઉદ્રેશીને) કો’ થોડું - થોડું પકડાય છે કે નહીં? એ ભાઈ! એ એમ કહે
છે કે’ ભીલાઈ - ભીલાઈમાં મળે તેમ નથી. અહો... હો... હો! આહા... હા! શું ગાથા!! સો... સો...
સો. તે, તે. આહા... હા! ગજબ વાત છે!! હોય છે રાગ, હોય છે જ્ઞાનીને, શુભભાવ હોય છે, પણ તે
તો શુભરાગ, શુભરાગને કારણે અને દેહની ક્રિયા દેહને કારણે થાય ભાઈ! એને (જ્ઞાનીને) જે
અશુભરાગ છે તેને, જાણવાની જે પર્યાય થઈ. એ અશુભરાગને લઈને ન્યાં નહીં, જાણવાની પર્યાય
પૂર્વે એ જાતની ન્હોતી, તેનો અભાવ થઈને (આ) જાણવાની પર્યાય થઈ. આહા... હા! ભાવ ને
અભાવ બે ય ની અંદરમાં (રમત) છે આ. (શ્રોતાઃ) પૂર્વનો અભાવ (વર્તમાન) આ ભાવ.
(ઉત્તરઃ) “કારણ કે અભાવનું ભાવાન્તરના ભાવસ્વભાવે અવભાસન છે (અર્થાત્ નાશ
અન્યભાવના ઉત્પાદરૂપ સ્વભાવે પ્રકાશે છે). આહા... હા! છે? બે બોલ થ્યા. (હવે) ત્રીજો (બોલ).
છે. આહા.. હા! ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય એક સમયમાં છે. કેટલાક એમ કહે છે કેઃ ઉત્પાદ, વ્યય,
ધ્રૌવ્યમાંથી એક અંશ લ્યો ધ્રૌવ્યનો પર્યાયમાં, ધ્રુવ આખું ન લેવું. એમ નથી. ધ્રુવ પોતે જ અંશ છે.
આખામાં ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય ત્રણ થ્યા ને...! એ ત્રણેય ને પયાય કીધી છે. આવશે