અંશ લેવો (પર્યાયમાં). ધ્રુવ ત્રિકાળી છે એ જુદું છે! એમ નથી. આહા... હા! અરે, પ્રભુનો મારગ,
પરમ સત્ય!! (છે તેમ જાણવો જોઈએ.)
વ્યય એક જ સમયે છે. પૂર્વની પર્યાયના વ્યયથી (એટલે) સંહારથી (જે) અનેરો ભાવ (તે) ઉત્પન્ન
થયો. (અર્થાત્) અનેરો ભાવ- ભાવભાસન. (એ) શબ્દને લઈને, સાંભળવાને લઈને ભાસ્યો (એમ
નથી). આહા.. હા! આવી વાત!! (કોઈ એમ કહે કે) ત્યારે એ પહેલાં (તો) એ પર્યાય નહોતી,
અને અત્યારે (વ્યાખ્યાન) સાંભળવા વખતે મગજમાં (બુદ્ધિમાં) પર્યાય આ જ આવી પહેલાં જાણી
નહોતી, વિચારમાં પહેલી ન્હોતી. ત્યારે તેને સાંભળવાથી (જ્ઞાન) થ્યું એવું કાંઈક છે કે નહીં એની
અસર (શબ્દોની)? ‘ના.’ તે તે સમયની પર્યાય, જ્ઞાનની, શ્રદ્ધાની, વીર્યની તે તે પોતપોતાના
અવસરે તે થઈ છે. એનું કહ્યું’ તું પૂર્વની પર્યાયનો સંહાર-એના અભાવથી ‘ભાવ’ થ્યો (છે.)
અભાવથી થ્યો કે ભાવથી થ્યો? અભાવથી થ્યો ને ભાવથી થ્યો એમ (અહીંયાં) આવ્યું ને...!
‘અભાવ થ્યો’ એટલે એનાથી થ્યો (‘ભાવ’) એમ આવ્યું ને? અભવ થતાં’ ઉત્પાદ થયો છે
પોતાથી... આહા.. હા! અભાવ થયો અને કારણે ઉત્પાદ થ્યો એમે ય નથી. તો પણ સમજાવે છે આ.
હવે સ્થિતિની વાત છે. લ્યો!