Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 251 of 540
PDF/HTML Page 260 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨પ૧
ન થાય. આહા... હા.! સમજાણું કાંઈ? ઉચિત નિમિત્ત વિના ઘડાની ઉત્પત્તિ ન થાય એમ ન કીધું.
આહા... હા! ભાઈ! આવી વાતું છે. અરે આવી વાતું સાંભળવી! મળવી મશ્કેલ છે બાપુ! આ તો
પરમાત્માની જ્ઞાનની ધારા છે. ત્રણલોકના નાથ! એનું કહેલું તત્ત્વ એની આ વાત ને ધારા છે
બાપા! આહા.. હા! એ વાત સાધારણ રીતે કાઢી નાખે! આહા... હા! શું પ્રભુના શબ્દો! શું ટીકાના
શબ્દો! પ્રભુના જ શબ્દો છે (આ) વાણી!! આહા...! કેવળ એકલી ઘડાની ઉત્પત્તિ જ જોવામાં આવે
“(વ્યય અને ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની), ઉત્પાદનકારણના અભાવને
લીધે, ઉત્પત્તિ જ ન થાય.”
નીચે છે (ફૂટનોટમાં) ઉત્પાદનકારણ = ઉત્પત્તિનું કારણ. ખરેખર તો
સંહાર છે ને પર્યાયનો એ જ ઉત્પત્તિનું કારણ છે. ઈ તો આવી ગયું ને ઓલામાં -
જૈનતત્ત્વમીમાંસા’ માં પૂર્વપર્યાયયુક્ત દ્રવ્ય તે કારણ (અર્થાત્) પહેલી પર્યાયયુક્ત દ્રવ્ય તે કારણ.
ઉત્તર પર્યાયયુક્ત દ્રવ્ય તે કાર્ય. જો પૂર્વ પર્યાય ન હોય તો ઉત્તર પર્યાય ક્યાંથી થાય? ઈ પૂર્વ
પર્યાયને તેમાં (તેનો) ક્ષય કારણ કીધું. એ પૂર્વપર્યાયનો ક્ષય - સંહાર (કારણ છે) સંહાર ન હોય
તો ઘડાની ઉત્પત્તિ ન હોય. આહા... હા... હા! ‘મિથ્યાત્વનો વ્યય ન હોય તો સમકિતની ઉત્પત્તિનો
જ અભાવ થાય.’
આહા... હા! સમજાણું કાંઈ? મિથ્યાશ્રદ્ધાન એનો સંહાર ન હોય, વ્યય ન હોય
અને ટકતું તત્ત્વ સામે ન હોય, તો ઉત્પત્તિ ક્યાંથી થાય? (ન થાય.) આહા...! એકલા લોજિકથી -
ન્યાયથી વાત ભરી છે. (કેટલાક લોકો) આમાં તર્કણા ઊપાડે. એ (સોનગઢનું) એકાંત છે, એકાંત
છે. પ્રભુ! પ્રભુ! તું કર એમ બાપુ! ‘એકાંત જ છે.’ અનેકાન્ત પણ અનેકાન્ત - પણે છે. અનેકાન્ત
- સમ્યક્એકાંત અને સમ્યક્અનેકાંત એમ છે. આહા.. હા! તે તે પર્યાયનો અંશ તે તે તેનાથી થાય,
તે
‘સમ્યક્ એકાંત છે.’ નય છે ઈ સમ્યક્એકાંત છે. પ્રમાણ છે ઈ સમ્યક્ અનેકાન્ત છે. આહા.. હા!
અહીંયાં એમ કહે છે કેઃ એકલી ઉત્પત્તિ માનનાર (ની દોષદ્રષ્ટિ છે.) જ્ઞાનમાં, જ્ઞાનની
પર્યાયનો વિશેષ જે ઉત્પાદ થયો. એની પહેલાંની જો પર્યાયનો સંહાર ન હોય - એની પહેલી પર્યાયનો
વ્યય ન હોય, અને વસ્તુની સ્થિતિ (ધ્રૌવ્ય) ન હોય, તો ઈ ઉત્પાદ જ થાય નહીં. ઉત્પાદના કારણ
વિના ઉત્પાદ થાય નહીં પણ કારણ આ - એની પૂર્વની પર્યાયનો વ્યય તે કારણ (છે). બીજું કોઈ
કારણ નહીં, બહારનું (બાહ્યનું) કોઈ કારણ નહીં. આહા... હા... હા! (શું કહે છે?) ઉત્પાદના
કારણના અભાવે ઉત્પત્તિ જ ન થાય. એક વાત.
“અથવા તો અસત્નો જ ઉત્પાદ થાય.” અસત્
અધ્ધરથી આકાશના ફૂલ જેમ થાય, એમ થાય. (જો) સંહાર ને સ્થિતિ ન હોય તો આકાશના ફૂલની
જેમ થઈ જાય... આહા... હા! છે?
“અથવા તો અસત્નો જ ઉત્પાદ થાય.” અસત્ જ છે નહીં એનો
ઉત્પાદ થાય. આહ... હા! સ્થિતિ અને સંહાર, એ વિના જો ઉત્પન્ન થાય તો તો અસત્ની ઉત્પત્તિ
થાય, વિના સત્!! છે નહીં (ને કાર્ય થાય?) એમ છે નહીં. એકલો ન્યાયનો વિષય ગોઠવ્યો છે!
આહા... હા.. હા!
(કહે છે કેઃ) ઈ એક વાત, બીજું “જો કુંભની ઉત્પત્તિ ન થાય તો બધાય ભાવોની ઉત્પત્તિ જ
ન થાય.” આ તો (કુંભનો) તો દ્રષ્ટાંત કીધો. કુંભની જે ઉત્પત્તિ, સ્થિતિ ને સંહારના