ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨પ૦
(અહીંયાં કહે છે કેઃ) “અને જો આમ જ ન માનવામાં આવે તો ‘અન્ય સર્ગ છે.” અનેરા
કાળે ઉત્પત્તિ છે. “અન્ય સંહાર છે.” અનેરા કાળે સંહાર છે. “અન્ય સ્થિતિ છે.” અનેરા કાળે સ્થિતિ
છે. “એવું આવે છે.” અર્થાત્ ત્રણે જુદાં જુદાં છે એવું માનવાનો પ્રસંગ આવે છે) ” એક જ સમયમાં
ત્રણેય છે એમ ન માનતાં જુદાં જુદાં સમયે માનવાનો પ્રસંગ આવે છે. આહા... હા! બહુ સિદ્ધાંત.
(કહે છે કેઃ) (આ સિદ્ધાંત સમજતાં) એની માન્યતામાં ફેર પડે છે ને કે ઉત્પાદ-વ્યય છે તેથી
દ્રવ્ય પ્રકાશે છે. પરને લઈને નહીં. એવી શ્રદ્ધા હોય તો એની પરાવલંબી શ્રદ્ધા છૂટી ગઈ. આહા... હા!
એટલો તો એને લાભ થાય. હવે એને સ્વતરફ વળવું રહ્યું! અને સ્વતરફ વળવાનું પણ પર્યાય છે તે
સ્વતરફ વળે. ધ્રુવ છે તે ધ્રુવ છે. આહા..! પરની પર્યાયથી અંતર વળે એ તો ન રહ્યું. અને પોતાની
જે પર્યાય છે તેનાથી અંતર વળે. અને ઉત્પાદની એ પર્યાય એને (દ્રવ્યને) પ્રકાશે. આમ ન માને તો
એક સમયે ત્રણ છે (ઉત્પાદવ્યયધ્રૌવ્ય) એ સિદ્ધ થતું નથી. આહા... હા! દાખલા તો ઘણા આવ્યા!
(સિદ્ધાંત સમજવાનો રહ્યો!)
“અને જો આમ જ (–ઉપર સમજાવ્યું તેમ જા ન માનવામાં આવે તો ‘અન્ય સર્ગ છે, અન્ય
સંહાર છે, અન્ય સ્થિતિ છે’ એવું આવે છે (અર્થાત્ ત્રણે જુદાં છે એવું માનવાનો પ્રસંગ આવે છે).
એમ થતાં (શા દોષો આવે તે સમજાવવામાં આવે છે)ઃ જો આમ ન માનવામાં આવે તો કયા-કયા
દોષો ઉત્પન્ન થાય તે સમજાવવામાં આવે છે.
(અહીંયાં કહે છે કેઃ) “કેવળ સર્ગ શોધનાર કુંભની”. કેવળ - એકલી ઉત્પત્તિ જ શોધનાર
કુંભની- કુંભાર, એકલા ઘડાની ઉત્પત્તિને, એકલી ઉત્પત્તિને જાણનારો - શોધનાર. “(–વ્યય અને
ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ કરવા જનાર ઘડાની), ઉત્પાદનકારણના અભાવને લીધે, ઉત્પત્તિ જ ન
થાય.” આહા.. હા! વ્યય છે તે ઉત્પાદનકારણ છે એમ કહે છે. કે વ્યય વિના એકલી ઉત્પત્તિ જોવા
જાય તો, ઉત્પાદનકારણ અભાવને લીધે એકલી ઉત્પત્તિ નહીં દેખાય. એટલે ઉત્પત્તિ ન થઈ શકે.
આહા... હા! ઝીણું તો છે હમણાં. મુંબઈ જેવામાં આવું મૂકે તો... (લોકો કહે) આ શું કહે છે? કેવળ
એકલી ઘડાની ઉત્પત્તિને જોવા જાય (માત્ર) ઉત્પત્તિને સ્થિતિને નહીં ને વ્યયને નહીં. તો
ઉત્પાદનકારણના અભાવને લીધે (ઉત્પત્તિ જ ન થાય). ઉત્પત્તિનું કારણ સંહાર છે, સંહારના અભાવનું
કારણ ન હોય તો ઉત્પત્તિનું કાર્ય હોય શકે નહીં. આહા... હા! એમાં એમ નથી કહ્યું કે બીજો ઉચિત
નિમિત્ત ન હોય તો ઉત્પન્નનું કાર્ય ન થઈ શકે. આહા.. હા.. હા! સમજાણું કાંઈ?
એનામાં ને એનામાં (એટલે કે માટીમાં) ઘડાની ઉત્પત્તિ છે, એ એકલો (ઉત્પાદ) જોવા જાય
તો ઉત્પત્તિનું કારણ જે વ્યય છે - (માટીના પિંડનો સંહાર છે એનો અભાવ (થયા) વિના ઉત્પત્તિ