જીત્યા એ શું પાણીમાં ગયું? (ઉત્તરઃ) એ બધું જીત્યા, પાણીમાં ગ્યું. પાણીમાં ગ્યું નથી (નકામું થ્યું
નથી) અહંકાર ને દંભમાં (પાપ બાંધ્યું છે.) કહો (પંડિતજી!) આવી વાત છે. આહા... હા!
માટે અહીંયાં કાંઈ થાય, એમ નથી. આહા... હા! ભણાવવામાં ઉચિત નિમિત્ત માસ્તર હોય કે કુંભાર
હોય? માસ્તર જ હોય. (એ) ઉચિત નિમિત્ત છે માટે ત્યાં છોકરાને જ્ઞાન થાય છે એમ નથી. આહા...
હા! આવી વાત છે.
આહા.. હા! (જુઓ,) એ ધજા આમ હાલે છે (ફરકે છે) એમાં પવન ઉચિત નિમિત્ત છે. પણ એને
લઈને ધજા હાલે છે એમ નથી. આહા.. હા... હા! શેરડીમાંથી રસ નીકળવામાં સંચો ઉચિત નિમિત્ત
છે, પણ એ નિમિત્તથી શેરડીનો રસ નીકળે છે એમ વાત જૂઠી છે. એના ઉત્પાદને વ્યય એને પ્રકાશે છે
બસ! આહા..! આવી વાત!! એ... ઈ (પંડિતજી!) આ તો ઉચિત નિમિત્તનો અર્થ કર્યો! ઉચિત
નિમિત્ત હોય છે પણ તેને યોગ્ય - ઉચિતનો અર્થ એને યોગ્ય જ હોય છે. એને યોગ્ય હોવા છતાં
પરમાં કાંઈ કરતું નથી. આહા... હા.. હા! આવી વાત!! સમજાય છે કાંઈ?
(સૂક્ષ્મતત્ત્વને સમજવા ઉપયોગ સૂક્ષ્મ કરે તો સમજાય). ભાષા (સાદી), ટીકા ઘણી સાદી! ઘણી
હળવી ભાષાથી (કહે છે.) આહા... હા! છતાં ત્યાં સાંભળનારને ઉચિત નિમિત્ત (આ) વાણી કહેવાય,
પણ છતાં સાંભળનારને પર્યાય જે થાય છે એ ઉત્પાદને, આ નિમિત્તથી કાંઈ જ અસર નથી. આહા..!
ઉચિત નિમિત્તથી કાંઈ અસર નથી એનાથી કાંઈ થતું નથી. ઘડા થવામાં ઉચિત નિમિત્ત તો કુંભાર જ
હોય ને...? વાણિયો હોય? ઘડા બનતી વખતે (વાણિયો) હોય? ન હોય. (કુંભાર જ હોય) એટલો
ફેર પડયો ને નિમિત્તનો...! પણ નિમિત્તમાં ફેર પડયો પણ પરમાં ફેર ક્યાં પડયો! (ન પડયો.)
(શ્રોતાઃ) ઉચિત જ છે, દરેક કાર્યમાં ઉચિત જ નિમિત્ત છે (એવું ખરેખર સમજાયું.) આહા... હા..
હા! ગજબ વાત છે બાપા!!
જગતના ભાગ્ય... ભાષાની પર્યાય રહી ગઈ!! આહા.. હા!