છે. દરેક વસ્તુ-જેટલી (વિશ્વમાં) છે, એ બધાના સ્વભાવમાં દ્રવ્ય રહે છે, અને એ સ્વભાવ ઉત્પાદ-
વ્યય ને ધ્રૌવ્ય છે. ઝીણી વાત છે ભઈ! હવે અહીંયાં એમ કહે છે કે ઉત્પાદની વાત તો થઈ ગઈ.
(જો કોઈ) એકલો ઉત્પાદ ગોતવા જાય, તો સંહાર ના કારણ વિના ઉત્પાદ નહીં રહી શકે. ઈ વાત
થઈ ગઈ છે કાલ. એકલું ઉત્પાદ જોવા જાય દરેક દ્રવ્યમાં (એટલે એકલો ઉત્પાદ તે) વર્તમાન પર્યાય,
પણ એને સંહારના ઉત્પાદ (સંહાર-વ્યય વિના) ઉપાદાનના-કારણમાં અભાવરૂપ (વ્યય વિના) એ
ઉત્પાદ હોઈ શકે નહી. હવે અહીંયા (આજા કેવળ સંહાર (ની વાત છે.) આજે આ વિષય લઈએ
છીએ... ઝીણો છે બહુ!
ધ્રૌવ્ય રહિત એકલો વ્યય કરવા જનાર.”) મૃત્તિકાપિંડનો એકલો વ્યય ગોતવા જાય, તો ઉત્પાદ ને
ધ્રૌવ્ય વિના ઈ હોઈ શકે નહીં. ઉત્પાદ એનું કારણ છે. ઉત્પાદનું સંહાર કારણ છે, સંહારનું ઉત્પાદ પણ
કારણ છે. આવી વાત છે! અ... હા... હા..! કેવળ દરેક દ્રવ્યમાં, વ્યય નામ પર્યાયનો્ર અભાવ,
(અર્થાત્) સંહાર, એ જો માનવા જાય એકલું તો મૃત્તિકાપિંડનો ઉત્પાદને ધ્રૌવ્ય રહિત, એકલો વ્યય
કરવા જનાર “મૃત્તિકાપિંડનો સંહાર– કારણના અભાવને લીધે.” જોયું? મૃત્તિકાપિંડનો વ્યય નથી’
એમ ગોતવા જાય- તો સંહાર કારણના અભાવને લીધે, એટલે ઉત્પાદ છે ઈ સંહાર કારણનું કારણ છે.
જે પર્યાય ઉત્પન્ન થાય, એ સંહાર-વ્યયનું કારણ છે. સંહારનું કારણ ઉત્પાદ છે ને ઉત્પાદનું કારણ
સંહાર છે. હવે વાણિયાઓને આવું! કોઈ દી’ સાંભળ્યું ન હોય એવી વાત છે. આહા... હા!
સંહારકારણના અભાવને લીધે..” ઈ મૃત્તિકા પિંડનો વ્યય, ઈ ઉત્પાદનના કારણથી તેનો વ્યય છે. વ્યય,
ઉત્પાદનું કારણ છે, અને ઉત્પાદ, વ્યયનું કારણ છે. આહા... હા! (માટીના) પિંડનો વ્યય એ જો
ઘડાની ઉત્પત્તિ ન હોય (એટલે કે) ઉત્પત્તિ ન હોય તો સંહાર ન હોય. (વસ્તુસ્થિતિ) આમ છે!
ઉત્પત્તિ વિનાનો એકલો સંહાર ગોતવા જાય, તો એ (સંહાર) - વ્યય, ઉત્પાદના કારણના અભાવથી
વ્યય જ હાથ