Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 255 of 540
PDF/HTML Page 264 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨પપ
ઉત્પાદકારણ જો ન હોય તો ઉત્પન્નન થાય, અને સંહારકારણ એકલું ગોતવા જતાં ધ્રુવ છે તેનો નાશ
થઈ જાય. (અર્થાત્) ઉત્પાદ ને ધ્રુવ બેયનો મેળ નથી ત્યાં. આહા.. હા! સમજાય છે કાંઈ?
આ તો ‘પ્રવચનસાર’ તો ઘણીવાર વંચાઈ ગયું છે. આ હમણાં, ફેર ઘણાં વરસથી નહોતું
લીધું!
(કહે છે કેઃ) “(વળી) કેવળ સંહાર આરંભનાર.” એકલા ઉત્પાદ અને ધ્રૌવ્યના આશ્રય
વિના-ઉત્પાદ અને ધ્રૌવ્યના અસ્તિત્વ વિના (એકલા) સંહારને ગોતવા જાય તો ઉત્પત્તિના (ને
સ્થિતિના) કારણ વિના સંહાર હોઈ શકે નહીં. અને કાં તે ધ્રુવ છે તેનો સંહાર થઈ જાય! (વસ્તુ
સ્થિતિ) આમ છે. (શ્રોતાઃ) ધર્મના કામમાં લોજિકનું શું કામ છે? (ઉત્તરઃ) આ... હા! લોજિકનું
કામ! તમારે વકીલાતમાં કેમ કામ કરે છે?
(શ્રોતાઃ) ત્યાં ન્યાય (દેવો છે) (ઉત્તરઃ) ત્યાં ન્યાય તો
આ ય ન્યાય છે. આ કોર્ટ, તત્ત્વને સિદ્ધ કરવા માટેની (છે.) કોલેજ છે આ. તત્ત્વને સિદ્ધ કરવાની-
ન્યાયની કોલેજ છે. અ.. હા...! આહા... હા! શું કીધું? કે એકલો જો ઉત્પાદ શોધવા જાય (એટલે)
ઘટની ઉત્પત્તિ. તો (તે) પિંડના વ્યય વિના અને. માટીની ધ્રુવતા વિના ઘટની ઉત્પત્તિ જ ન થઈ શકે.
(ઘટની) ઉત્પત્તિ. ન થઈ શકે તો દ્રવ્યની (ઉત્પાદની પર્યાયની) ઉત્પત્તિ ન થઈ શકે. એમ સંહાર
(અર્થાત્) વ્યય, એકલો વ્યય ગોતવા જાય, (તો) એકલો વ્યય, ઉત્પાદકારણ વિના- એ ઊપજ્યા (ની
પર્યાય વિના) એટલે ઉત્પાદકારણ વિના હોઈ શકે નહિ. એટલે ઉત્પાદકારણ વિના સંહારનો અભાવ
થાય અને કાં’ જે ધ્રુવ છે તેનો સંહાર થઈ જાય. આહા... હા! (વીતરાગનું તત્ત્વજ્ઞાન) આવું છે!
(અહીંયા કહે છે કેઃ) ‘જો મૃત્તિકાપિંડનો સંહાર ન થાય.” (શ્રોતાઃ) બધાયનો.. (ઉત્તરઃ)
કીડી છે કીડી (પાનાં ઉપર) આંહી કીડી આવી ગઈ છે લ્યો! કીડી હતી, ક્યાંથી ન્યાંથી આવી ગઈ!!
આહા... હવે સિદ્ધાંત કહે છે.
“(૧) જો મૃત્તિકાપિંડનો સંહાર ન થાય તો બધાય ભાવોનો સંહાર જ
ન થાય.” એટલે’ જો સંહાર જ ન થાય- બધા દ્રવ્યો છે એની પર્યાયનો વ્યય ન થાય- જે દ્રવ્યો
જગતના છે તેનો (પર્યાયનો) વ્યય ન થાય. એકલો માટીના પિંડની ઉત્પત્તિ એના વ્યય વિના
(ઘડાની) ઉત્પત્તિ હોઈ શકે નહીં. એમ જો હોય તો બધા દ્રવ્યનો સંહાર થઈ જાય. એટલે કે દરેક
દ્રવ્યના પર્યાયની ઉત્પત્તિ ન હોય, ને ઉત્પત્તિના કારણ વિના એનો પૂર્વનો જે વ્યય છે ઈ વ્યય ન
થાય. આહા... હા! આવું છે ઝીણું! તત્ત્વ, વીતરાગનું તત્ત્વ ઝીણું બહુ!
“અર્થાત્ જેમ મૃત્તિકાપિંડનો
વ્યય ન થાય તેમ વિશ્વના કોઈ પણ દ્રવ્યમાં કોઈ પણ ભાવનો વ્યય જ ન થાય એ દોષ આવે.”
(દ્રવ્ય) પલટે જ નહીં. (જો) મૃત્તિકાપિંડનો એકલો સંહાર ગોતવા જાય (તો) ઉત્પાદ ને ધ્રુવ વિના
હોઈ શકે નહીં. એમ જગતના બધા પદાર્થમાં એકલો સંહાર (વ્યય) ગોતવા જાય તો (તે) ઉત્પત્તિ ને
ધ્રુવ વિના સંહાર હોઈ શકે જ નહીં. આહા.. હા! સમજાણું કાંઈ?