હા! આવો કાયદો છે વીતરાગનો!!
(કૂટસ્થપણું) હોઈ શકે જ નહીં. આહા...હા! હવે આમાં કોઈ ઘેર (જતાં) પૂછે કે (સાંભળીને) શું
સમજ્યા? આહા...હા...હા! (તો કહેવું કે) સાંભળવા આવો, તો સમજાય જ તે તમારે! અમો તો
બપોરે (બહુ સુક્ષ્મ તત્ત્વ સમજીએ છીએ!) આહા...હા!
“અન્વયનો.” (એટલે) સ્થિતિ કહો, અન્વય કહો કે ધ્રુવ કહો (એકાર્થ છે). “તેને અભાવ થવાને
લીધે, સ્થિતિ જ ન થાય.” ઉત્પાદવ્યયના વ્યતિરેકો વિના સ્થિતિ જ રહે નહીં. ધ્રુવપણું જ રહે નહીં.
આહા... હા! ઉત્પાદ-વ્યયના કારણ વિના-વ્યતિરેક વિના (વ્યતિરક) નામ ભિન્ન ભિન્ન દશા વિના-
અભિન્નપણું એકલું રહી શકે જ નહીં આહા... હા! કેમ કે દરેક દ્રવ્ય (ને) નવી નવી અવસ્થા પલટે છે
એ નજરે દેખાય છે. ને જુની અવસ્થા વ્યય થાય છે. એ ઉત્પાદ નેવ્યય ન હોય (તો) એકલું ધ્રુવ હોઈ
શકે જ નહીં. ભિન્ન ભિન્ન ઉત્પાદ કે વ્યય વ્યતિરેક વિના અભિન્નપણું -ધ્રુવ રહી શકે જ નહી. સમજાણું
કાંઈ? આચાર્યે ઘણા ન્યાયથી વાત કરી છે. પણ અભ્યાસ જોઈએ’ ને ભઈ આ. આહા...! આ તો એક
એક તત્ત્વ સ્વતંત્ર!! એક તત્ત્વના ઉત્પાદ, પોતાને કારણે થાય એ ઉત્પાદ એકલો તું જોવાજા. તો ઉત્પાદનું
ઉપાદાનકારણ સંહાર (છે). સંહાર વિના એ ઉત્પાદ ઉત્પન્ન દેખાય નહીં. અહા...! સમજાણું? આહા... હા!
અને એકલો સંહાર ગોતવા જાય (તો) સંહારના કારણ ઉત્પાદ (એ ઉત્પાદકારણ) વિના સંહાર હોઈ શકે
નહીં. અને ધ્રુવ ગોતવા જાય (તો) ઉત્પાદવ્યયવિના-વ્યતિરેક વિના ભિન્ન ભિન્ન પ્રકારના ઉત્પાદ વ્યય
વિના ધ્રુવ હોઈશકે નહીં. આવી વાતું છે. કોઈ દી’ સાંભળી (ન હોય.) (પંડિતજી!) નવરાશ વગર, આ
વખતે નવરાશ લીધો એ ઠીક કર્યું! અ.. હા... હા! આ તો ધીમે-ધીમે સમજવાની વાત છે! વીતરાગ
મારગ છે બાપુ! સંતોએ કેટલી કરુણા કરીને ટીકાઓ રચી! (છે.).
‘બંધનથી છૂટી જાય અને સંસારનો અંત આવે’ એની વાત છે ‘આ’!! આહા... હા!