વિના-પલટતી અવસ્થા વિના ઘ્રુવપણું રહી શકે જ નહીં. વ્યતિરેકો વિના અન્વય રહી શકે જ નહીં.
એને લઈને સ્થિતિ જ ન થાય, ટકી શકે જ નહીં. કારણકે ખ્યાલ આવવો છે ઇ તો ઉત્પાદવ્યયથી
ખ્યાલ આવવાનો છે ને ધ્રુવનો. ધ્રુવનો ધ્રુવથી ખ્યાલ આવવાનો નથી. ઉત્પાદવ્યયના લક્ષથી (ધ્રુવ
લક્ષ્ય થાય છે) ભલે લક્ષ કરનાર બીજો જીવ છે. પણ તેમાં ઉત્પાદ-વ્યયની પર્યાય (વર્તમાન કાર્ય) ન
હોય તો ઈ અન્વય સિદ્ધ નહીં થાય. કાયમ ધ્રુવ રહેનારું ઈ સિદ્ધ નહીં થાય. આહા... હા! મુનિઓએ
પણ (જંગલમાં વિચરતાં-વિચરતાં) આવી વાતો કરી છે! દિગંબર સંત, આનંદમાં રહેતાં-અતીન્દ્રિય
આનંદમાં (ચકચૂર) આહા... હા! એમાં વિકલ્પ આવ્યો... એમાં આ આવી વાત રચાઈ ગઈ! શબ્દમાં
આવી વાત રચાઈ ગઈ!! એમણે રચી નથી. એમનામાં જ્ઞાન આ જાતનું હતું. કે ઉત્પન્ન વિના સંહાર
ન હોય, સંહાર વિના ઉત્પન્ન ન હોય અને ઉત્પન્ન-સંહાર-વ્યતિરકો વિના અન્વય ન હોય. આહા...!
કો’ ભાઈ! આ કે’ દી સાંભળ્યું’ તું ન્યાં સ્થાનકવાસીમાં? (ન્યાં તો) એક જ વાત આ દયા પાળો,
આ વ્રત કરો ને પોષા કરો (ક્રિયાકાંડ કરો... કરો.) આહા...હા!
અધિકાર’ (છે.) પછી ચરણાનુયોગનો અધિકાર (આવે છે.) આહા...હા!
વ્યય વિના કોઈ સમકિતની ઉત્પત્તિ માને) તો કાં’ અસત્ની ઉત્પત્તિ થાય. કાંઈ ન્હોતું ને થ્યું એવું થાય.
આહા... હા! પણ ચૈતન્ય ભગવાન (આત્મા) છે.’ એમાંથી ઉત્પત્તિ થાય છે, સંહાર થઈને (જો તું)
એકછો સંહાર મિથ્યાત્વનો નાશ જ ગોતવા જા તો સમકિતની ઉત્પતિના કારણ વિના (મિથ્યાત્વના વ્યય
વિના) મિથ્યાત્વનો (અભાવ થ્યો છે) એનો નિર્ણય જ નહીં થાય. અને (મિથ્યાત્વના વ્યય
વિનાસમકિતની ઉત્પત્તિ માનીશ તો) કાં ભગવાન સત્ છ તેનો નાશ થશે. (અભિપ્રાયમાં તારા). એકલી
જો ઉત્પત્તિ સંહાર (વિના) ગોતવા જઈશ તો એનો નાશ થશે. (અને) એકલું આત્મા-ટકતું ધ્રુવ છે એમ
જો જોવા જા, તો ધ્રુવ જે અન્વય-કાયમ રહેનાર છે, એ કાયમ રહેનાર છે ઈ વ્યતિરેકો વિના કાયમ રહી
શકે નહીં. કારણ કે વ્યતિરેક દ્વારા અન્વય જણાય છે. - એ પલટતી અવસ્થા દ્વારા અન્વય જણાય છે.
(તું) પલટતી અવસ્થા ન માન ને એકલું ધ્રુવ માન, તો ઈ પલટતી અવસ્થા વિનાનું