આ (તત્ત્વ). આહા... હા! શું આચાર્યોએ (ગજબ કામ કર્યાં છે!!) આવી વાત ક્યાંય છે નહીં.
વીતરાગ! સર્વજ્ઞપરમાત્મા (એ કહેલી આ વાત છે.) આહા... હા!
તેનો સ્વભાવ છે. એમાં ઈ દ્રવ્ય પોતે સત્ છે. બીજા (ના) ઉત્પાદવ્યયના કારણે આ દ્રવ્ય છે એમ છે
નહીં. કારણ કે એનો સ્વભાવ ઉત્પાદ વ્યયને ધ્રૌવ્ય એનો સ્વભાવ છે. હવે દ્રવ્ય સ્વભાવમાં રહેલું છે.
આહા...! સમજાણુ કાંઈ? એકલો ઉત્પાદ (એટલે) ઉત્પન્ન થવું... ઉત્પન્ન થવું એમ થાય તો સંહાર
કારણ વિના એ ઉત્પત્તિ જ સિદ્ધ નહીં થાય. અને કાં’ અસત્ની ઉત્પત્તિ થશે. આહા... હા! સંહાર
ગોતવાજા, તો ઉત્પન્નકારણ વિના (અર્થાત્) ઉત્પત્તિના કારણ વિના, એ ઉત્પત્તિના કારણ વિના, એ
ઉત્પત્તિના કારણ વિના (કહ્યું છે હોં) પરના કારણ વિના એમ (કહ્યું) નહીં. ઉત્પત્તિના કારણ વિના
સંહાર સિદ્ધ નહીં થાય. અને કાં’ સત્નો જ સંહાર થઈ જશે. ‘છે’ તેનો નાશ થઈ જશે. આહા... હા!
હવે એકલું ધ્રુવ ગોતવા જા (એટલે કે) દરેક પદાર્થ ધ્રુવ જ (કૂટસ્થ જા છે એમ જો તું જાણ, તો ધ્રુવ
છે ઈ કાર્ય-વ્યતિરેક સિવાય (ઉત્પાદવ્યય) સિવાય (ધ્રુવનું) લક્ષ થઈ શકે નહીં. (અર્થાત્) વ્યતિરેક
વિનાનું ધ્રુવ હોઈ શકે જ નહીં. અન્વય હોઈ શકે જ નહીં. (વળી) વ્યતિરેક વિના અન્વય હોઈ શકે
જ નહીં. (વ્યતિરેક વિના) અન્વયનો અભાવ થઈ જાય. અને કાં’ સત્નો ઉચ્છેદ ગઈ જાય (વળી)
સત્નું ક્ષણિકપણું થઈ જાય. ત્રીજા બોલમાં (કહ્યું ને) સત્નું કાં ક્ષણિકપણું થઈ જાય.
છે આ રીતે જ છે. એ રીતે તેની શ્રદ્ધામાં ન આવે અને બીજી રીતે શ્રદ્ધામાં આવે, કે એ દ્રવ્યનો
ઉત્પાદ સંહાર કારણ વિના માને, તેનો ઉત્પાદ નિમિત્ત વિના ન હોય એમ આવી જાય તો વસ્તુ
વિપરીત થઈ જશે (પોતાની માન્યતામાં) આહા... હા... હા... હા! શું કહ્યું ઇ?
સમ્યગ્દર્શનની (પર્યાયની) ઉત્પત્તિ થઈ. અને એકલું જો (સમકિત) ગોતવા જા તો (મિસ્થ્યાત્વના)
સંહાર વિના એ ઉત્પન્ન થઈ શકે નહીં. અને અસત્ની ઉત્પત્તિ થઈ જશે. વ્યય વિના