Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 18 of 540
PDF/HTML Page 27 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૧૮
અનંતદર્શન એવા અનંત અનંત ગુણો છે. વિસ્તાર કીધો ને...! વિસ્તારવિશેષ છે. (વળી) પરમાણુ તે
સામાન્ય છે. આ આ (ગુણો) એના વિસ્તારવિશેષો છે. (દ્રવ્યનું) સ્વરૂપ ગુણોથી એટલે શક્તિઓથી
અને સત્ત્વોથી હોય છે. તેથી તેને ગુણ સ્વરૂપ (પણ) કહેવામાં આવે છે. સમજાણું કાંઈ...? આવી
(સર્વજ્ઞ ભગવાનની વાતો છે.) જ્ઞેય અધિકાર તે સમકિતનો અધિકાર છે.!
ઓહો....હો...! જેવું દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વરૂપ છે તેવું પ્રતીત કરે, ઓળખીને (જાણીને પ્રતીત
કરે) તો તેને સમ્યગ્દર્શનનો આ વિષય (થાય) છે. હજુ તો પહેલાં ચોથા ગુણસ્થાન (ની આ વાત
છે). પાંચમું અને છઠ્ઠું (ગુણસ્થાન) એ તો કોઇ અલૌકિક વાતો છે. બાપુ...! દ્રવ્યની વ્યાખ્યા આવી
ગઈ, ગુણની વ્યાખ્યા આવી. હવે પર્યાયો (ની વાત આવે છે).
“વળી પર્યાયો – કે જેઓ આયતવિશેષોસ્વરૂપ છે તેઓ – જેમનાં લક્ષણ (ઉપર) કહેવામાં
આવ્યા એવાં દ્રવ્યોથી તેમજ ગુણોથી રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક પણ છે, તેમાં,
અનેક દ્રવ્યાત્મક એકતાની પ્રતિપત્તિના કારણભૂત દ્રવ્યપર્યાય છે. તે દ્વિવિધ છે. (૧) સમાનજાતીય
અને (૨) અસમાનજાતીય.”
(અહીંયાં કે છે કેઃ) દ્રવ્ય... આત્મામાં કે પરમાણુંમા એક પછી એક, એક પછી એક (એમ)
એક સમયમાં અનંતી પર્યાયો, (બીજે સમયે) બીજી અનંતી પર્યાયો) (ત્રીજે સમયે) ત્રીજી અનંતી
પર્યાયો - તે એક પછી એક. એક પછી એક (આમ લંબાઈ - અપેક્ષા) અનંતી અનાદિ - અનંત
પર્યાયો (થાય છે) તેને આયાત (સામાન્ય સમુદાય) કહેવાય (છે). ગુણો આમ લંબાણા નથી, ગુણો
આમ (સહભાવી - અક્રમે - એક સાથે) વિસ્તારમાં છે...! આહા...હા...! પર્યાયના પ્રકાર બે કીધા. બે
પરમાણુ ભેગાં થઈને એકરૂપ) ભેગાં થતાં નથી, સંયોગ છે એને સમાનજાતીય દ્રવ્યપર્યાય કહીએ.
વળી આત્મા અને મનુષ્યગતિ અંદર (કાર્માણ - પરમાણુ) છે એ બેયના (સંયોગને) અસમાનજાતિ
દ્રવ્યપર્યાય કહીએ. એ વૈભાવિક દ્રવ્યપર્યાય (છે) વ્યંજનપર્યાય અને અર્થપર્યાય બે નામ શાસ્ત્રમાં છે.
વ્યંજનપર્યાય તે દ્રવ્યપર્યાય (છે). અને અર્થપર્યાય તે દ્રવ્યપર્યાય સિવાયના અનંતા ગુણની પર્યાય
(છે) તે અર્થપર્યાય (કહેવાય છે) આહા...હા...! સમજાણું કાંઈ...?
(અહીંયાં કહે છે કેઃ) પર્યાય, દ્રવ્ય અને ગુણને આશ્રયે થતી હોવાથી તે અનંતી જે પર્યાયો
છે-અવસ્થાઓ છે એનો સમુદાય તે ગુણ છે અને ગુણોનો સમુદાય તે દ્રવ્ય છે. અહીં તો દ્રવ્ય લેવું છે.
“દ્રવ્યોથી તેમ જ ગુણોથી રચાયેલ હોવાથી” એમ કરીને એમ સિદ્ધ કર્યું કે,ઃ દરેક પરમાણુ અને
દરેક આત્મા, એની વર્તમાનપર્યાય અને ત્રિકાળીપર્યાય એને રચાવેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, એ
દ્રવ્ય પોતે એને રચે છે, એ પર્યાયોને બીજું દ્રવ્ય રચે છે એમ નહીં. આહા...હા...! આ હાથ હલે છે,
આમ જુઓ...! અને ભાષા આમ (મુખમાંથી) નીકળે છે. એ એની (પરમાણુની) પર્યાય છે. એ
એની (જડની) પર્યાય છે. એનો આખો સમુદાય તે દ્રવ્ય છે, પણ એ પર્યાય બીજા (કોઈ) દ્રવ્યે
ઉપજાવી છે (વળી) આત્મા આ શરીરને હલાવે છે (વાણી કરે છે) એમ ત્રણ કાળમાં નથી. કારણ
કેઃ એ પર્યાય એ દ્રવ્યની પર્યાય છે અને એ દ્રવ્ય એ પર્યાયને પામે છે (પહોંચે છે, પ્રાપ્ત થાય છે) એ
ત્રણ વાત આવી ગઈ (છે). વસ્તુ છે તે વર્તમાન અવસ્થાને પામે છે. પહોંચે છે, પ્રાપ્ત થાય છે-
પહોંચાય છે અને પમાય છે (એ વાત આવી ગઈ છે).