Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 262 of 540
PDF/HTML Page 271 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૬૨
દેવ-ગુરુની શ્રદ્ધાથી થાય, દેવ-ગુરુની કૃપાથી થાય, આહા... હા! આ ભગવાનના દર્શન ને મંદિરથી
સમકિત થાય, એમ અહીં ના પાડે છે. આહા... હા! (શ્રોતાઃ) તત્ત્વનો અભ્યાસ કરવાથી થાય
(ઉત્તરઃ) ઈ તો શુભભાવ હોય છે. વસ્તુ છે. પ્રતિમા, જિનમંદિર એ વસ્તુ છે. પણ એ શુભભાવમાં
નિમિત્ત છે. નિમિત્ત છે એટલે એનાથી શુભભાવ થતો નથી. (પણ) શુભભાવમાં એ નિમિત્ત છે.
ધર્મમાં નિમિત્ત છે એટલે એનાથી શુભભાવ થતો નથી. (પણ) શુભભાવમાં એ નિમિત્ત છે. ધર્મમાં
નિમિત્ત છે એમ નહીં. આહા... હા! આવું ઘરમના કારણમાં તો પૂર્વની પર્યાયનો નાશ તે કારણ છે
અને કાં’ પર્યાય જેનાથી ઉત્પન્ન થાય છે, અન્વય-એ કારણ છે. આહા... હા... હા! મીઠાલલાજી! આવું
ઝીણું છે!!
(કહે છે કેઃ) ચારિત્રની પર્યાય, વીતરાગી આનંદની પર્યાય, આહા...! એકલી તું (એને)
ગોતવા જા, તો પૂર્વના દુઃખની પર્યાયના વ્યય વિના, આનંદની પર્યાયની ઉત્પત્તિ નહીં થાય. આહા...
હા! અને કાં, એકલી અસત્ની ઉત્પત્તિ થઈ જશે. સત્ છે ભગવાન! અને સંહાર થાય છે તેથી ઉત્પત્તિ
થાય છે. આહા... હા... હા! એકલો મિથ્યાત્વનો વ્યય ગોતવા જા, તો સમકિતની ઉત્પત્તિના કારણ વિના
મિથ્યાત્વનો વ્યય જણાશે નહીં. અને તેને (વ્યયને) એકછો ગોતવા જા તો સત્નો નાશ થશે. આહા...
હા! અને (એકલી) સ્થિતિ ગોતવા જા, તો ઉત્પાદ-વ્યયના કાર્ય વિના, આ ધ્રુવ છે ઈ પલટતી ક્રિયા
દ્વારા જણાય છે કે આ ધ્રુવ છે. તો (તું) પલટતી અવસ્થા ન માન તો સ્થિતિ (ધ્રુવ) ન જણાય.
(અર્થાત્) સ્થિતિ જ નહીં જણાય, સ્થિતિ જ ન રહે, અને કાં’ સ્થિતિ તે ક્ષણિક થઈ જશે. કારણ કે
પલટો તો ખાય છે. અને સ્થિતિ માનતો નથી (તેથી ક્ષણિક થઈ જશે.) આહા... હા! ભાઈ! આવી
વાત છે આજે તો આઠમ છે, જેઠ વદ આઠમ, આહા... હા! ધીમે ધીમે (વિચારવું) તે રાતે પૂછવું ન
સમજાય તો હો!
(શ્રોતાઃ) સમજ્યા જ ન હોય તો રાત્રે પૂછી જ શું શકે? (ઉતરઃ) કાંઈક, કાંઈક
(તો) સમજાય ને...? એમ કહે છે. હવે ઘણાં વરસથી ચાલે છે આ (વ્યાખ્યાન ધારા) ચુમાલીસ વરસ
તો આંહી થ્યાં સોનગઢ, સવા ચુમાલીસ ઉપર હવે, વદ ત્રીજ ઉપર જેટલું જાય તે. આ પાંચમે પાંચ દી’
થ્યા સવાચુમાલીસ (ઉપર). સવા ચુમાલીસ ઉપર પાંચ દી’ શું વીતરાગ મારગની શૈલી!! આહા...હા!
(કહે છે કેઃ) તને જોવાનું ધરમની ઉત્પત્તિમાં જોવાનું, સંહાર છે માટે ઉત્પત્તિ (છે.)
ઉપાદાનકારણ છે તે સંહારથી વ્યય થ્યો. આહા... હા! ત્યારે તે ઉપાદાનકાર્ય-સમકિત આવ્યું
આહાહાહાહા! એક ઓલામાં કહ્યું છે ને...! પૂર્વપર્યાય સહિત દ્રવ્ય તે ઉપાદાન. આવ્યું ને છે ને ઈ...!
ઝીણું ભઈ વળી મગજમાં આવી ગ્યું? ‘સ્વામી કાર્તિકેય (અનુપ્રેક્ષા) માં આવ્યું છે ને ઈ...!
જૈનતત્ત્વમીમાંસા’ ફૂલચંદજીની છે કે નહીં (નવી આવૃત્તિ) બીજી હમણાં છપાણી છે ઈ... નહીં હોય,
બીજી છપાણી છે. બીજી-બીજી છે? ઠીક? રૂપિયા નવા-નવા આવે છે તો કેમ રાખે છે સંઘરીને!
જૈનતત્ત્વમીમાંસા’ એક જૂની છે ને એક નવી (આવૃત્તિ) છે. એમાં મૂકયું છે કે પૂર્વની પર્યાય સહિતનું
દ્રવ્ય એ ઉપાદાન, અને ઉત્તરની પર્યાય સહિતનું દ્રવ્ય તે ઉપાદેય. ઓલું (ઉપાદાન) કારણ ને ઓલું