Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 263 of 540
PDF/HTML Page 272 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૬૩
(ઉપાદેય) કાર્ય. એમાં છે. પૂર્વપર્યાય-આ... રે પર્યાયની-બધી, પર્યાયની ય ખબર ન મળે કાંઈ!!
(દ્રવ્ય-ગુણ-પર્યાય જાણવા જોઈએ.) પૂર્વની પર્યાય સહિતનું દ્રવ્ય તે ઉપાદાન કારણ છે. અને ઉત્તર
પર્યાય સહિતનું દ્રવ્ય તે ઉપાદેય છે. તો અહીંયાં કહે છે કે ઉત્પાદ છે તે પૂર્વના ઉપાદાન કારણના
અભાવ વિના ઉત્પાદ હોઈ શકે નહીં. આહા... હા! ઉપાદાન કારણ છે એટલે કે ઉપાદાન કારણ એમાં
રહીને કાર્ય થાય એમ નથી. શું કીધું ઇ? પૂર્વની પર્યાય સહિતનું દ્રવ્ય કારણ છે, પછીની પર્યાય
સહિતનું દ્રવ્ય કાર્ય છે. એટલે પૂર્વની પર્યાય રહી અને પછીની પર્યાય થાય એમ’ નથી. સમજાણું
કાંઈ? આહા...! પૂર્વની પર્યાયનો વ્યય થઈને-એથી તેને ઉપાદાન કીધું-વ્યય થઈને પછીની પર્યાયનું
કાર્ય થાય. આહા... હા! એ પૂર્વની પર્યાય ઉપાદાન તરીકે ટકી રહે અને પછી કાર્ય થાય એમ’ નથી.
આહા... હા! જૈનતત્ત્વ (મીમાંસા) માં આવે છે. હમણાં બીજું પુસ્તક છપાણું એમાં તો બહુ-ઘણું
(નાખ્યું છે.) આહા... હા! બહુ વાત સરસ છે!! આહા... હા!
(કહે છે) પ્રભુ! તું એકલો (આત્માને) ધ્રુવ જ ગોતવા જા, તો ગોતનાર જે કાર્ય છે એના
વિના એ ધ્રુવ રહી શકે શી રીતે? (તે) જણાય શી રીતે? વ્યતિરેક વિના, અન્વય કાયમ ટકતું
(તત્ત્વ) ભિન્ન ભિન્ન દશા વિનાનું-એકલું ટકતું તત્ત્વ જણાય શી રીતે? આહા... હા! એમાં આવ્યું ને
(‘ચિદ્દવિલાસ’ માં) અનિન્ય તે નિત્યનો નિર્ણય કરે છે. જો અનિત્ય ન હોય અને એકલું નિત્ય જ
હોય (તો) નિર્ણય કરનાર જ રહેતું નથી! આહા... હા! બરાબર છે? (જી, હા પ્રભુ!) આહા... હા!
ચારે કોરથી જુઓ તો ય વાત ઇ સિદ્ધ થઈ જાય છે. વ્યતિરેક વિના ધ્રુવ ન હોય. કેમ કે અનિત્ય તો
નિત્યનો નિર્ણય કરે છે. નિત્યનો, નિત્ય નિર્ણય ન કરે. આહા... હા! અને નિત્ય એટલે ઘ્રુવ જો ન
હોયતો ઉત્પાદ-વ્યયની (જેમ) સ્થિતિ-ધ્રુવ ક્ષણિક જ થઈ જાય. આખો આત્મા જ ક્ષણિક થઈ જાય.
ઉત્ગાદ-વ્યય છે ક્ષણિક એવું ધ્રુવ ક્ષણિક થઈ જાય. આહા... હા
(શ્રોતાઃ) ક્ષણિકને નિત્યપણું લીધુ
(ઉત્તરઃ) ક્ષણિક નિત્ય થઈ જાય ક્ષણિક! હા, છે? અથવા ક્ષણિકનું નિત્યપણું થાય.
(અહીંયાં કહે છે કેઃ) “(૧) જો મૃત્તિકાની સ્થિતિ ન થાય તો બધાય ભાવોની સ્થિતિ જ ન
થાય (અર્થાત્ જો માટી ધ્રુવ ન રહે–ન ટકે, તો માટીની જેમ વિશ્વનું કોઈપણ દ્રવ્ય ઘ્રુવ જ ન રહે–ટકે
જ નહિ એ દોષ આવે); અથવા (૨) જો ક્ષણિકનું નિત્યપણું થાય.”
આહા... હા! અહીંયાં તો
ભગવાન (આત્મા) જે દેખાય છે તેમાં ક્ષણિકનું નિત્યપણું થાય.
‘તો ચિત્તના ક્ષણિક ભાવોનું પણ
નિત્યપણું થાય.” જે ક્ષણિક છે-ચિત્તના પરિણામ ક્ષણિક છે. એનું નિત્યપણું થઈ જાય. નિત્ય તો ધ્રુવ
છે. એને (બદલે) ચિત્ત (ના) પરિણામ જ ધ્રુવ થઈ જાય. આહા... હા! આવું છે! વીતરાગનો
મારગ!! સાચા જ્ઞાન વિના, વાસ્તવિક ભાવભાસન ન થાય, ત્યાં સુધી એની પ્રતીતિ પણ સાચી ક્યાંથી
થાય? આહા... હા! જે ચીજ જે રીતે છે તે રીતનું (ભાવ) ભાસન ન થાય, ભાસન થયા વિના ‘આ
આ જ છે’ એવી પ્રતીતિ પણ ક્યાંથી થાય? (અર્થાત્) મનનો