Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 265 of 540
PDF/HTML Page 274 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૬પ
(છે ને) લોકો ભાવનગરથી આવે છે. આવું આવી જાય બરાબર લ્યો!!
(અહીંયાં કહે છે કેઃ) “માટે દ્રવ્યને ઉત્તર ઉત્તર વ્યતિરેકોના સર્ગ સાથે.” દ્રવ્યને ઉત્તરવર્તી
અવસ્થાઓ સાથે “પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સંહાર સાથે અને અન્વયના અવસ્થાન સાથે
અવિનાભાવવાળું.” આહા.. હા! ઉત્પાદ વિના વ્યય ન હોય, વ્યય વિના ઉત્પાદ ન હોય, ઉત્પાદ-વ્યય
વિના ધ્રુવ ન હોય, ધ્રુવ વિના ઉત્પાદ-વ્યય ન હોય, (એવો) અવિનાભાવ છે. એકની સાથે બીજો ભાવ
હોય જ (એ અવિનાભાવ કહેવાય) પહેલું આવી ગ્યું છે. અવિનાભાવ (શબ્દ) આવ્યો’ તો ક્યાંક
નહીં? સો ગાથા મથાળું (છે?) (એનો અર્થ ફૂટનોટમાં) અવિનાભાવ એક વિના બીજાનું નહિ હોવું
તે; એકબીજા વિના હોઈ જ ન શકે એવો ભાવ, તે અવિનાભાવ.
“જેને નિર્વિઘ્ન (અબાધિત)
ત્રિલક્ષણપણારૂપ લાંછન પ્રકાશમાન છે એવું, અવશ્ય સંમત કરવું.” એવું માન્ય કરવું એમ કહે છે.
આ રીતે વસ્તુ (સ્વરૂપ) છે તેનું જ્ઞાન કરીને, તેને માન્ય કરવું.

વિશેષ કહેશે.....