વિના હોતી નથી. આહા... હા! સર્ગ એટલે ઉત્ગત્તિ, સમકિત (પર્યાયની) ઉત્પત્તિ સંહાર વિના
(એટલે) મિથ્યાત્વ (પર્યાય) ના નાશ વિના હોતી નથી. આ તો દ્રષ્ટાંત (થયું.) બધા સિદ્ધાંત (માં
લાગુ પડે છે.) “અને સંહાર સર્ગ વિના હોતો નથી.” સંહાર પણ ઉત્પત્તિ ન હોય ને સંહાર હોય
એમ બને નહીં. (સર્ગ હોયને) સંહાર ન હોય એમ બને નહીં. ઉત્પત્તિ હોય (છે તેથી) “સંહાર સર્ગ
વિના હોતો નથી.” નાશ થાય એ ઉત્પત્તિ હોય તો નાશ થાય. એટલે ઉત્પત્તિ સંહાર વિના નહી ને
સંહાર ઉત્પત્તિ વિના નહી. મિથ્યાત્વનો નાશ, સર્ગ વિના નામ સમકિતની ઉત્પત્તિ વિના હોતો નથી.
આહા... હા! “સુષ્ટિ અને સંહાર સ્થિતિ વિના હોતાં નથી.” સમકિતની ઉત્પત્તિ એ સૃષ્ટિ, અને
સંહાર (એટલે) પૂર્વે (નો) મિથ્યાત્વનો નાશ, એ વિના (અર્થાત્) સુષ્ટિને સંહાર સ્થિતિ વિના હોતાં
નથી. (વળી) સુષ્ટિ ને સંહાર સ્થિતિ વિના હોતાં નથી. એટલે? સમકિતથી ઉત્પત્તિ, મિથ્યા ત્વનો
નાશ, (એ) ધ્રુવ વિનાં હોતા નથી. સ્થિતિ, સર્ગને સંહાર વિના હોતી નથી. અને ધ્રુવ જે છે - ટકવું
જે છે તે પણ ઉત્પાદ ને વ્યય વિના હોતા નથી. આહા... હા! બહુ સિદ્ધાંત!! એમાં તો મહાસિદ્ધાંત
કીધા!!
વિના-ઉપાદાનકારણના ક્ષય વિના, ઉપાદેયપર્યાય - નવી (પર્યાય) થાય નહીં. મિથ્યાત્વ છે તે ઉપાદાન
છે, એના ક્ષય વિના-સંહાર વિના, સમકિતની ઉત્પત્તિ હોય નહીં. તો સમકિતની ઉત્પતિ પરથી હોય,
એ વાત હોય નહીં. આહા... હા! દેશના - નિસર્ગજ, અધિગમજસમકિત કહે છે ને...! અધિગમ જ
સમકિત! અહીંયાં કહે છે કે ઈ પર્યાય પોતાથી થઈ છે બીજાથી-ગુરુથી નથી થઈ. ભલે બે પડયા
(સમકિતના) નિસર્ગજ અને (અધિગમજા). પણ જે પર્યાય થઈ છે સમ્યગ્દર્શનની એ... પર વિના
થઈ છે. પર વિના (જા થઈ છે. આહા.. હા! ક્ષાયિક સમકિતની પર્યાય થાય છે. ત્યારે કહ્યું કે
નિમિતને કાળે (ઈ) થાય છે. અહીંયા કહે છે કે ઈ નિમિત્ત વિના ઈ પર્યાય થાય છે. ક્ષાયિક સમકિત
સમોસરણમાં થાય, કે શ્રુતકેવળીની સમીપે (થાય.) ભલે (એ) સંપન્ન છતાં એનાથી ન થાય. ક્ષાયિક
સમકિત શ્રુતકેવળી તે તીર્થંકરના સમીપથી ન થાય. આહા... હા! (સમકિતના ભેદ) અધિગમજ ને
નિસર્ગજ કીધાં તો અધિગમથી ન થાય એમ કીધું. અહીંયાં તો ઈ તો એક નિમિત્તનું જ્ઞાન કરાવ્યું.
બાકી થાય છે ઈ પોતાને કારણે ઈ પર્યાય ઉત્પન્ન થાય છે (સમકિતની) આહા... હા! આ ફરીને લીધું