Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 267 of 540
PDF/HTML Page 276 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૬૭
છે! (ગાથા સોની ટીકા.) હવે નીચે (ટીકાના બીજો પેરેગ્રાફ).
(અહીંયા કહે છે કેઃ) “જે સર્ગ છે તે જ સંહાર છે” જે ઉત્પત્તિ છે તે જ સમયે સંહાર હોય
છે. એટલે તે જ સંહાર છે એમ કીધું. સમકિતની ઉત્પત્તિ છે તે જ મિથ્યાત્વનો સંહાર છે. તે જ સમયે
(બન્ને) છે. આહા... હા! ધરમની ઉત્પત્તિ છે તે જ સમયે અધરમનો વ્યય નામ નાશ છે. આહા... હા!
“જે સંહાર છે તે જ સર્ગ છે.” જે સંહાર છે, જે મિથ્યાત્વનો નાશ છે તે જ ઉત્પત્તિ-સમકિતની ઉત્પત્તિ
તે જ સમયે છે. તે જ સમયે છે માટે તે જ છે. આહા... હા! “જે સર્ગ ને સંહાર છે તે જ સ્થિતિ છે”
સમ્યગ્દર્શન નામ સર્ગ-ઉત્પત્તિ અને મિથ્યાત્વનો સંહાર એ જ સ્થિતિ છે. એ વખતે જ એનું ધ્રુવપણું
હોય છે. આહા...હા! દરેક દ્રવ્યની વાત છે આ તો સમકિતની વાત (દ્રષ્ટાંત તરીકે) કરીએ છીએ.
આહા...હા!
(શું કહે છે? કેઃ) “પર વિના કાંઈ થાય નહીં” એમ જે અત્યારે (લોકોનો) પોકાર છે.
(વળી તેઓ કહે છે) નિમિત્ત કારણ હોય ત્યારે કાર્ય થાય. એમ જે (લોકો) કહે છે એનો આ
(ગાથાનો બોધ) વિરોધ કરે છે. એની પર્યાય જે થાય છે, ચાહે તો શરીરની હો કે વાણીની હો કે
(ચાહે) કર્મની હો (અરે,) રાગની હો, રાગની ઉત્પત્તિ પણ આત્માનો સ્વભાવ છે. (એમ દરેક પર્યાય
પોતાના સ્વભાવથી થાય છે). કેમ કે દ્રવ્ય સદાય પોતાના સ્વભાવમાં રહે છે. અને સ્વભાવ તે
ઉત્પાદવ્યયધ્રૌવ્ય (સ્વરૂપ) છે. તો ઉત્પાદમાં રાગ ને મિથ્યાત્વ પણ આવી ગ્યું. આહા... હા!
મિથ્યાત્વનો ઉત્પાદ (છે એ) પહેલી મિથ્યાત્વની પર્યાયના સંહાર વિના, મિથ્યાત્વની ઉત્પત્તિ નહીં. એ
મિથ્યાત્વની ઉત્પત્તિ, પહેલા મિથ્યાત્વનો સંહાર (એ બન્ને) ધ્રુવ વિના નહીં. ત્રણેય એ ત્રણેય થઈને
દ્રવ્યનો સ્વભાવ છે, એમ કહે છે. કોઈ કહે કે’ ભઈ મિથ્યાત્વ ને રાગ દ્વેષ જીવનો સ્વભાવ નથી, ઈ
તો કઈ અપેક્ષાએ? ઈ તો (આત્મદ્રવ્ય-ધ્રુવ) શુદ્ધ છે અને (આ પર્યાય) અશુદ્ધ છે એટલું, બાકી
અશુદ્ધ છે પણ એનો સ્વભાવ છે. એનાથી થયેલો એનો સ્વભાવ છે. આહા... હા! આવું ઝીણું
(વસ્તુસ્વરૂપ) છે!!
(અહીંયા કહે છે કેઃ) “જે સ્થિતિ છે તે જ સર્ગ ને સંહાર છે.” અને જે સ્થિતિ છે તે જ સર્ગ
ને સંહાર છે. ધ્રુવ છે તે જ સમયે સમકિતની નવી પર્યાય ઉત્પન્ન થઈ, મિથ્યાત્વ (પર્યાય) નો નાશ
થયો, ધ્રુવતત્ત્વ -ટકતું તત્ત્વ ભગવાન (આત્મદ્રવ્ય) રહ્યું. આહા... હા!
“તે આ પ્રમાણે”. હવે એને
વિસ્તારથી સમજાવે છે (તે આ પ્રમાણે કહીને.) “જે કુંભનો સર્ગ છે.” જે ઘડાની ઉત્પત્તિની પર્યાય
થાય છે (વળી) ઘડાની ઉત્પત્તિની પર્યાય થાય છે “તે જ મૃત્તિકાપિંડનો સંહાર છે.” ઈ મૃતિકા જે
હતી પિંડ (રૂપે) પિંડ, (ઈ) પિંડનો સંહાર થાય છે, (તેથી) ઘટની પર્યાયનો ઉત્પાદ થાય છે. ઘટની
પર્યાયની ઉત્પત્તિમાં, પૂર્વની ઉપાદાનની પર્યાયનો ક્ષય, એ કારણ છે. આહા.. હા! સમજાણું?
સમકિતની ઉત્પત્તિમાં, પૂર્વનું ઉપાદાન મિથ્યાત્વ છે, એનો ક્ષય તે કારણ છે. મિથ્યાત્વ (ની પર્યાય જે)
છે તે એનું કારણ નથી, એનો ક્ષય-સંહાર’ (એટલે) મિથ્યાત્વનો સંહાર તે (સમકિતની)