Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 268 of 540
PDF/HTML Page 277 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૬૮
ઉત્પત્તિનું કારણ છે. કેમકે ઉપાદાનકારણ એ છે પૂર્વે હતું ઈ. એનો ક્ષય થાય છે ત્યારે નવી પર્યાય
થાય છે. આહા... હા! આ તો બીજી વાર હાલે છે. (ગાથા-સોમી).
(કહે છે) કુંભની ઉત્પત્તિ છે તે મૃત્તિકાપિંડનો સંહાર છે. “કારણ કે ભાવનું ભાવાન્તરના
અભાવસ્વભાવે.” એટલે કે ઘડાની ઉત્પત્તિ એવો જે ભાવ’, એનાથી ભાવાંતર (અથવા) અનેરો
ભાવ તેના અભાવસ્વભાવે “અવભાસન છે.” આહા.. હા! એટલા જ શબ્દોમાં!! (પૂર્ણ સ્વરૂપસ્થિતિ
છે.) ‘ભાવ’ એટલે ઘડાની પર્યાય જે ઉત્પન્ન થઈ. અથવા ‘ભાવ’ એટલે સમકિતની પર્યાય ઉત્પન્ન
થઈ. ભાવનું ભાવાંતરના અભાવસ્વભાવે (એટલે કે) એ ‘ભાવ’ જે સમકિત છે એનાથી અનેરો
ભાવ મિથ્યાત્વ, એના અભાવસ્વભાવે અવભાસન છે. (અથવા) સમકિતની ઉત્પત્તિ, મિથ્યાત્વના
અભાવસ્વભાવે પ્રકાશે છે. કો’ સમજાણું આમાં? આ તો દ્રષ્ટાંત (કહ્યું). બધા તત્ત્વોનું એ રીત. લઈ
લેવું ઓહો... હો... હો!! સો ગાથા એ (અલૌકિક છે).
(કહે છે કેઃ) દરેક દ્રવ્યની જે સમયે- તે અવસરે થવાની, તે અવસરે તેનો હોય તે જ સમયે
(તે) પર્યાય થાય. તે પર્યાયનું કારણ સંહાર (કીધું) કારણ કે પર્યાય ‘ભાવ’ છે તેનાથી ભાવાંતર
સંહાર છે. (સંહાર એટલે) પૂર્વની પર્યાય. એના અભાવસ્વભાવે (ઉત્પાદનું) અવભાસન છે.
(અર્થાત્) ‘ભાવ’ અન્યભાવના અભાવરૂપસ્વભાવે પ્રકાશે છે-દેખાય છે- આહા... હા! સમજાણું?!
આહા... હા! કેવળજ્ઞાનની પર્યાય, એવો જે ‘ભાવ’ એનાથી ભાવાંતર -પૂર્વની પર્યાય ઈ
ભાવાંતર- એના અભાવસ્વભાવે કેવળજ્ઞાન પ્રકાશે છે. -કર્મ-ક્ષયથી કેવળજ્ઞાન પ્રકાશે છે આ... રે
આવું ‘તત્ત્વાર્થસૂત્ર’ માં તો એમ આવે કે ચાર (ઘાતી) કર્મ... ક્ષય... થાય કેવળજ્ઞાન થાય. અહીંયા
કહે છે કે એમ નથી. એ તો નિમિત્તનું કથન કર્યું’તું. બાકી એ તો કેવળજ્ઞાન થાય. ઈ ‘ભાવ’ છે,
એનાથી અનેરો ભાવ-પૂર્વની પર્યાય એનો અનેરો ભાવ છે- એના અભાવ થવાથી કે કેવળજ્ઞાનની
ઉત્પત્તિ થાય છે. આહા.. હા! કેવળજ્ઞાન પહેલાં, જે અપૂર્ણ જ્ઞાનદશા હતી, ચારજ્ઞાન આદિ (મતિ,
શ્રુત, અવધિ, મનઃપર્યય) એ કેવળજ્ઞાનના ‘ભાવ’ ની અપેક્ષાએ અનેરોભાવ છે. એ અનેરા ભાવના
અભાવ વિના કેવળજ્ઞાનની ઉત્પત્તિ હોઈ શકે નહીં. આહા... હા! હવે અહીંયા તો (અજ્ઞાનીઓ કહે)
મનુષ્યપણું હોય તો કેવળજ્ઞાન થાય. વજ્રનારાચસંહનન હોય તો કેવળજ્ઞાન થાય, એ વાત તો રહેતી
નથી. (એ વાત તો અજ્ઞાનીઓની છે.) આહા... હા... હા! અને દેશના ગુરુની મળે તો સમકિત થાય,
તે વાતે ય રહેતી નથી. આહા...! કુગુરુ ઊંધી શ્રદ્ધાની પ્રરૂપણા કરે, અને ઓલો માને. તે આનાથી
(ઓલે) માન્યું છે એમ નથી. એની પર્યાયની ઉત્પત્તિ મિથ્યાત્વની ત્યાં, પૂર્વના મિથ્યાત્વની પર્યાયનો
સંહાર થઈ, અને એ નવી મિથ્યાત્વની પર્યાય ઉત્પન્ન થઈ છે. આહા... હા! કોઈ કહે ‘કે અમને કુગુરુ
મળ્‌યા તો આ થ્યું એમ ના પાડે છે અહીંયાં એમ ના પડે છે. આહા... હા... હા! તેમ વળી અમને ગુરુ
મળ્‌યા માટે આ (સમકિત) થયું, એ ય ના પાડે છે. આહાહાહા! કેમકે દરેક દ્રવ્ય, પોતાના સ્વભાવમાં