Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 269 of 540
PDF/HTML Page 278 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૬૯
સદા(ય) વર્તે છે. અને તે સ્વભાવ ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય એક સમયમાં છે. તેમાં તે દ્રવ્ય વર્તે છે.
આહા... હા! આ ચોપડામાં તમારે નહીં આવ્યું ક્યાં’ ય! લોઢામાં-ઓલામાં આવે એવી વાત ન્યાં?
આહા... હા! ઈ લોઢાના કળશા થાય છે, વાસણ થાય છે એ વાસણની જે પર્યાય થઈ ઈ પૂર્વ
પર્યાય (રૂપ) ઉપાદાન હતું, તેનો અભાવ થઈને થઈ છે. તમારા સંચા વડે થઈ નથી. સંચાના
કારીગરો વડે થઈ નથી, એમ કહે છે. આહા... હા! (એમ) કેમ? “અર્થાત્ ભાવ અન્યભાવના
અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે–દેખાય છે.”
‘ભાવ’ એટલે સમકિતની પર્યાય અથવા ઘટની પર્યાય,
એનાથી ભાવાંતર એટલે અનેરોભાવ-ભાવાંતર એટલે ‘ભાવ’ અનેરો (જે છે) એના અભાવસ્વભાવે
અવભાસન છે. અર્થાત્ અન્યભાવના અભાવરૂપ સ્વભાવે પ્રકાશે છે–દેખાય છે. કેટલી વાત કરી!
સિદ્ધાંત!
આહા... હા! હવે તકરાર કરે પંડિતો! (પણ) આ પરમ સત્ય, પદાર્થની વ્યવસ્થા આ રીતે છે,
એને, એની વ્યવસ્થામાં બીજા પદાર્થના અવલંબનની જરૂર નથી. જે પદાર્થ છે, તેની જે વ્યવસ્થા થાય
છે તેમાં બીજા પદાર્થની બિલકુલ જરૂર નથી. (વ્યવસ્થિત વ્યવસ્થામાં, વ્યવસ્થાપકની જરૂર નથી.) તે
વ્યવસ્થા થાય છે, એ તેના ‘ભાવ’ થી ભાવાંતર-અનેરો પૂર્વપર્યાય તેના અભાવથી થાય છે. આહા..
હા! આ તો બધું વકીલાત જેવું... લાગે. વેપારીને... (આ વળી સમજવું!)
(અહીંયાં કહે છે કેઃ) “વળી જે મૃત્તિકાપિંડનો સંહાર છે.” માટીના પિંડનો સંહાર છે.
આહા...! “તે જ કુંભનો સર્ગ છે.” કેમકે સંહારકાળે જ ઘટની ઉત્પત્તિ છે.’ સંહાર-વ્યય એટલે
(માટીના પિંડનો) ઉપાદાનકારણનો ક્ષય તે જ સમયે ઘડાની ઉત્પત્તિ છે. આહા... હા! હવે, વાણીયા ને
વેપારીનેઆવું બધું યાદ રાખવું! ધ્યાન દેવું કે! વસ્તુસ્થિતિ છે ‘આ’ મૂળમાં વાંધા છે એટલે તકરાર
લે છે. (અને બૂમો પાડે છે કે) સોનગઢવાળા એકાંત કહે છે કે નિમિત્તથી થાય નહીં. તો આશું કહે છે
આ. દરેક દ્રવ્યની ઉત્પત્તિનો પર્યાય, તેના અનેરા-ભાવાન્તરના અભાવ વિના થાય નહીં. પણ નિમિત્ત
વિના ન થાય એમ નહીં. આહા... હા! તે મૃત્તિકાપિંડનો સંહાર છે (તે જ) ઘડાની ઉત્પત્તિની ઉત્પત્તિ
છે. “કારણ કે અભાવનું ભાવાન્તરના ભાવસ્વભાવે.” જે સંહાર છે તે ‘અભાવ’ છે. એ અભાવનું
ભાવાન્તર એટલે અનેરો ભાવ ઉત્પત્તિનો એવા ભાવ સ્વભાવે
“અવભાસન છે.” આહા... હા! છે?
પહેલા (બોલ) માં ભાવનું ભાવાન્તરના અભાવસ્વભાવે અવભાસન છે (એમ કહ્યું હતું) આમાં
(અભાવનું ભાવાન્તરના ભાવસ્વભાવે અવભાસન (કહ્યું છે તો આમાં) અભાવનું ભાવાંતર એટલે
અનેરોભાવ એના ભાવસ્વભાવે અવભાસન છે. (અર્થાત્) નાશ અન્યભાવના ઉત્પાદરૂપે સ્વભાવે
પ્રકાશે છે. જ્યાં મિથ્યાત્વનો વ્યય થયો ત્યાં સમકિતપર્યાય પ્રકાશે છે. અને સમકિતપર્યાય પ્રકાશે છે
(એમાં) મિથ્યાત્વનો સંહાર (એટલે) સમકિતથી અનેરો એ ભાવ