Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 271 of 540
PDF/HTML Page 280 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૭૧
ઊછળ્‌યો છે!! આહા... હા!
(કહે છે કેઃ) જે કંઈ જે ક્ષણે જે દ્રવ્યની પર્યાય- તે ક્ષણે જ પાછી એમ- તે તે અવસરે જ-
આઘી, પાછી નહી, તે તે અવસરે હોવા છતાં એ ભાવથી ભાવાંતર સંહાર છે એના અભાવ વિના એ
ભાવ રહે નહીં, ઉત્પન્ન થાય નહીં. અને સંહાર છે એનાથી જ અનેરો ભાવ (ઉત્પન્ન) એ વિના સંહાર
હોઈ શકે નહીં. અને સંહાર ને ઉત્પત્તિ એટલે વ્યતિરેકો ઈ અન્વય વિના-ધ્રુવ વિના હોઈ શકે નહીં.
છેછેછેછેછેછેછે એવું જ અન્વય છે. આ તો- ઉત્પાદવ્યય વ્યતિરેકો ભિન્નભિન્ન છે. ‘છે’. ધ્રુવ ‘છે’ ...
એ ધ્રુવ વ્યતિરેકો વિના હોઈ શકે નહીં. આ બીજીવાર લીધું છે હોં? (ગાથા-સો)
(અહીંયા કહે છે કેઃ) “વળી જે મૃત્તિકાની સ્થિતિ છે.” માટીની જે ધ્રુવતા છે. આહા...!
આત્માની જે ધ્રુવતા છે સમકિતની ઉત્પત્તિ ને મિથ્યાત્વનો નાશ એમાં આત્માની ધ્રુવતા છે. આહા...
હા! “તે જ કુંભનો સર્ગ અને પિંડનો સંહાર છે.” મૃત્તિકાની જે સ્થિતિ છે તે કુંભની ઉત્પત્તિ, પિંડનો
અભાવ. એમ આત્મામાં ધ્રુવ આત્મા છે તેમાં સમકિતની ઉત્પત્તિ ને મિથ્યાત્વનો નાશ, એને આધારે
છે. આહા... હા! કાયદા છે જુદી જાતના ચીમનભાઈ! આ તો કહે છે કે ભગવાનની ભક્તિ કરો થઈ
જશે કલ્યાણ! અહીંયા ના પાડે છે, મંદિર બનાવો, કલ્યાણ થઈ જશે લ્યો! ગુરુની ભક્તિ ખૂબ કરો.
કલ્યાણ થઈ જશે. તો કહે છે (અહીંયા) ઉત્પત્તિ પર્યાયની સમકિતની (થશે) ના. ના. (એની) ના
પડે છે. આહા...હા...હા! એ ગોવિંદરામજી! “કારણ કે વ્યતિરેકો અન્વયને અતિક્રમતા (ઓળંગતા,
છોડતા) નથી.”
કારણ કે વ્યતિરેકો દ્વારા જ અન્વય પ્રકાશે છે. શું કીધું? વ્યતિરેકો અન્વયને છોડતા
નથી એમ કીધું અને. આ કીધું’ તું વ્યતિરેકો દ્વારા જ અન્વય પ્રકાશે છે. વાત બીજી. બબ્બે વાત લેવી
છે ને...! આહા...હા!
(કહે છે) સમકિતની ઉત્પત્તિ ને મિથ્યાત્વનો નાશ, એમાં ધ્રુવ સ્થિતિ છે તે જ સમકિતની
ઉત્પત્તિનો સમય ને તે જ મિથ્યાત્વનો નાશનો (સમય). કારણ વ્યતિરેકો દ્વારા જ (એટલે)
મિથ્યાત્વનો નાશ (ને) સમકિતની ઉત્પત્તિ દ્વારા જ અન્વય-ધ્રુવ પ્રકાશે છે. આહા...હા...હા!
મિથ્યાત્વનો નાશ ને સમકિતની ઉત્પત્તિ એ દ્વારા જ ધ્રુવ જણાય છે કહે છે. આહા...હા! માળા’ ઈ
પણ આવ્યું પાછું આવ્યું ન્યાં ને ન્યાં ધ્રુવ પર ફરીને પાછું આત્મામાં હો! બધામાં એમ છે પણ આ તો
આત્મા જાણે છે ને...! (બધા દ્રવ્યોને). આહા... હા!
(અહીંયા કહે છે કેઃ) “અને જો આમ જ (ઉપર સમજાવ્યું તેમ જા ન માનવામાં આવે તો
‘અન્ય સર્ગ છે.’ એટલે કે ઉત્પત્તિનો સમય જુદો છે. “અન્ય સંહાર છે.” અને સંહારનો સમય જુદો
છે.
“અન્ય સ્થિતિ છે.” અને સ્થિતિનો સમય જુદો છે. “એવું આવે છે.” (અર્થાત્ એ ત્રણે જુદાં છે
એવું માનવાનો પ્રસંગ આવે છે.” એમ થતાં “શા દોષો આવે તે