ઉત્પત્તિ શોધનાર, કે સમકિતની ઉત્પત્તિ એકલો શોધનાર, “(–વ્યય અને ધ્રૌવ્યથી જુદો એકલો ઉત્પાદ
કરવા જનાર ઘડાની) ઉત્પાદનકારણના અભાવને લીધે.” એટલે? સમકિતને અને મિથ્યાત્વ
ઉપાદાન (કારણ) છે. ગજબ વાત છે ને...! ઉપાદાનપણાનો ક્ષય- ઉપાદાનનો ક્ષય, એમાં માટીનો પિંડ
જે છે ઘડાની (પર્યાય) પહેલાં એ પૂર્વનું ઉપાદાનકારણ છે. (પણ) એના ક્ષયથી (ઘડો) ઉત્પન્ન થાય.
ઈ ને ઈ ઉપાદાનથી થતો નથી. એના અભાવથી થાય છે. ગજબ વાત છે!! મિથ્યાત્વ ઉપાદાન,
સમકિત ઉપાદેય પણ એ ઉપાદાનનો વ્યય- ક્ષય તે (ઉપાદેયનું) કારણ છે. આવી ચીજ છે! આ
તમારા સુધરેલ-સુધરેલમાં આવતું નથી ક્યાં’ ય! ક્યાંય નથી. વીતરાગ, વીતરાગ, વીતરાગ!! કેવી
વાત!! દિગંબર સંતો! કેવળજ્ઞાનના કેડાયતો! કેવળજ્ઞાને ઊભું (ધ્રુવ) રાખ્યું છે! આહા... હા! જ્યાં
નજર કર ત્યાં પ્રભુ! (પ્રભુ ને પ્રભુ). આહા...!
ઉપાદાનકારણ ઠંડીપર્યાય એની છે. અહા.. હા! એના અભાવથી ગરમ અવસ્થા થઈ છે. અગ્નિથી નહીં.
જુઓ, જુઓ! ચીમનભાઈ! આવું કોણ માને આવું? ગાંડા જ કહે. અહા...! ઓલો એક પંડિત નહોતો
આવ્યો જયપુરથી પંડિત! (એ કહેતો’ તો) અગ્નિ વિના પાણી ઊનું થાય? આવ્યો’ તો ને ક્યાં’ક નો
હોતો ઈ ઘણાં વરસ પહેલાં. આહા... હા!
સંહનન વિના આમ થાય નહીં. આ બધા પંડિતો! આહા... હા! અહીંયા કહે છે કે કેવળજ્ઞાનની
પર્યાયની ઉત્પત્તિ, એકલો શોધવા જાય તો વ્યય અને ધ્રૌવ્ય વિના- (ઉત્પત્તિ જ ન થાય અથવા તો
અસત્તો જ ઉત્પાદ થાય.) એકલી સમકિતની પર્યાયનો ઉત્પાદ શોધવા જાય તો ઉપાદાન જે મિથ્યાત્વ
છે તેના કારણના અભાવને લીધે
બને નહી. માટીનાં પિંડનો અભાવ થાય તે ઘડાની ઉત્પત્તિ થાય. (એમ મિથ્યાત્વનો અભાવ થાય તે
સમકિતની ઉત્પત્તિ થાય.) આહા.. હા! આવી વાતું છે! આહા...! તત્ત્વજ્ઞાન વીતરાગનું (અજોડ છે!)
બહુ, બહુ અત્યારે તો ગોટા હાલ્યા બધા. વ્રત ને.. તપ ને.. ભક્તિ ને... પૂજા (એ શુભભાવથી ધરમ
માને છે પણ કહે છે) એની ઉત્પત્તિ છે, ઈ રાગ છે. એ બંધનું કારણ છે. અને. તે રાગ પણ પૂર્વની
પર્યાયના વ્યયથી થયો છે. આહા... હા! મારે તો બીજું પાછું કહેવું છે!