Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 274 of 540
PDF/HTML Page 283 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૭૪
આહા... હા... હા! કો’ મીઠાલાલજી! આવી વાતું છે!
(કહે છે) આ દુકાને હું બેઠો ને પછી પાંચ-પચીસ લાખ ભેગાં થ્યાને... આ ધૂળ થઈ... ને.
આ થ્યું. બધી (માન્યતા) ગપ્પે-ગપ્પ છે! આહાહા... હા! (શ્રોતાઃ) દુકાન છે તો બેઠો છે નહીંતો ઘેર
બેસતને... (ઉત્તરઃ) હેં! ઘેર જ બેઠો છે મફતનો કલપના કરે છે. પરને તો અડે છે જ કેદી’? શરીરને
અડયો નથી, વાણીને અડયો નથી, ધૂળ (પૈસા) આ તમારા કારખાનાને (આત્મા) અડયો નથી.
આહા... હા! (શ્રોતાઃ) ધ્યાન ન રાખવું? (ઉત્તરઃ) ધ્યાન રાખે તો પોતામાં ધ્યાન છે ન્યાં ક્યાં
ધ્યાન રાખ્યું છે? ધ્યાનની પર્યાય તો અહીંયા (પોતાની) છે. એ પર્યાયની ઉત્પત્તિ તો પોતાના
પૂર્વપર્યાયના અભાવથી થઈ છે. સામી ચીજ છે માટે ઉત્પત્તિ થઈ છે? આહા... હા!
(શ્રોતાઃ) તો તો
કોઈ ધંધો કરી શકે નહીં...! (ઉત્તરઃ) ધંધો તો ધંધાને કારણે થાય છે. આહાહાહા! એ લોઢાનો કળશો
વ્યાપ્યો. તો ઈ લોઢાના કળશાની ઉત્પત્તિ ઈ લોઢાને કારણે થઈ છે. પૂર્વનો એ લોઢાનો જે ભાવ હતો
એના અભાવથી આ (ઉત્પત્તિ) થઈ છે. પાછા અભાવથી થઈ બે (ઉત્પન્નસંહાર) એ અન્વય વિના
હોય નહીં. વ્યતિરેકો વિના એ લોઢું કાયમ રહે- (ધ્રુવ રહે) એ વિના હોય નહીં. લોઢું અન્વય,
વ્યતિરેક વિના હોય નહીં. (ઉત્પાદ-વ્યય) વ્યતિરેક વિના લોઢું (અન્વય) ન હોય અને લોઢું
(અન્વય) વિના વ્યતિરેક ન હોય. કાયમ -ટકવું એ વ્યતિરેક વિના ન હોય અને વ્યતિરેક ધ્રુવ વિના
ન હોય. આહા... હા.. હા! આવી વાત! આ સોનગઢનું છે ‘આ’?
(શ્રોતાઃ) (પંડિતોને)
અભિમાનના ઝેર ચડી ગયાં છે..! (ઉત્તરઃ) આહા...! આ મારગ એવો બાપા!!
(અહીંયા કહે છે કેઃ) “અથવા તો અસત્તો જ ઉત્પાદ થાય.” જોયું? એકલો ઉત્પાદ શોધવા
જાય, અને પૂર્વના (ઉત્પાદન) કારણનો નાશ ન હોય. અને એની ઉત્પત્તિનું મૂળકારણ ધ્રુવ ન હોય
તો ઉત્પત્તિ જ ન થાય એક વાત. બીજી વાત અસત્નો જ ઉત્પાદ થાય. સંહાર વિના સર્ગ (ઉત્પત્તિ)
ન થાય અને ધ્રુવ વિના અસત્નો (જા ઉત્પાદ થાય. ધ્રુવ છે તો ઉત્પન્ન થાય. ઉત્પન્ને એકલો ગોતે ધ્રુવ
વિના તો અસત્નો ઉત્પાદ થાય. આહા... હા... હા! સમજાય છે કે નહીં? આહા...! આવા ધરમ કરો
ને કોણ ન્યાં સામું જુએ! ‘ઈચ્છામિ, પડિકમ્મામિ, ઇરિયા વહિયા, તસ્સ ઉત્તરી કરણેણં’ થઈ ગ્યો
લોગ્ગસ્સને...! ‘કરમ્ ઈદમ્ નમોત્થુણમ્’ એ સામાયિક! ધૂળેય નથી એ બધી (ક્રિયાકાંડની ક્રિયા)
મિથ્યાત્વ છે. ‘આ હું કરું છું’ આને હું પૂજું છું.’ આ મેં પથરણું પાથર્યું ને....! (સામાયિક કરી ને
લોગ્ગસ્સ કર્યો!) આ...હા...હા...હા! એક એક પર્યાયની ઉત્પત્તિ એના ધ્રુવથી અને સંહારથી (એટલે)
પૂર્વના પર્યાયના વ્યયથી થાય છે. આહા.. હા! (આ વીતરાગી તત્ત્વજ્ઞાન તો) પાણી ઊતારી નાખે
એવું છે અહીંયા તો અભિમાનના
(શ્રોતાઃ) કર્તૃત્વના અભિમાન ઉતરી જાય..! (ઉત્તરઃ) હેં! હા.
ભગવાન સર્વજ્ઞદેવ, ત્રિલોકનાથ! એણે જે પદાર્થની સ્થિતિ જોઈ, તો ઈ પ્રભુ એમ કહે છે “દરેક
પદાર્થ પોતાના સ્વભાવમાં સદાય વર્તે છે પ્રભુ! અને તે સ્વભાવ તેનો ઉત્પાદ વ્યય ને ધ્રુવ છે.”
બીજામાં વર્તે છે અને બીજાથી ઉત્પાદ-વ્યય થાય છે એમ નથી કહ્યું. આહા... હા!