સ્વભાવ જ આવો છે. આહા... હા... હા!
દી બનાવે છે!) આહા... હા! ભગવાનની પૂજા વખતે’ સ્વાહા’ (ઉચ્ચારે છે) એ ‘સ્વાહા’ ની પર્યાય
જડમાં (પુદ્ગલમાં) ઉત્પન્ન થઈ છે. અને પૂર્વે (આ) ‘સ્વાહા’ ની પર્યાય નો’ તી. પૂર્વે બીજી પર્યાય
(હતી) એ પર્યાયનો સંહાર થઈને ‘સ્વાહા’ ની (પર્યાયની) ઉત્પત્તિ થઈ છે. અને એ સ્વાહાની
ઉત્પત્તિ ને પૂર્વની પર્યાયનો વ્યય, ધ્રુવને અન્વયને અવલંબે છે. વ્યતિરેકો, અન્વય વિના-ધ્રુવ વિના
હોતા નથી. ધ્રુવ, વ્યતિરેકો વિના હોતા નથી. અને આ (માને કે) ‘સ્વાહા’ મારા વિના હોતું નથી.
(જોરથી બોલે કે) ‘સ્વાહા’ આહા...હા! આવી વાતું! (દુનિયાથી ઊંધી) કો’ વીરચંદભાઈ! આ
નાઈરોબીમાં આવું હાલશે?! આહા...હા!
ભેદજ્ઞાન છે. ભેદ (જ્ઞાન) માં તો હજી પરથી જુદો એટલી અપેક્ષા છે, અહીંયા તો છે જ આવું. આ.
હા. હા. હા. હા. હા...! આહા.. હા! ઈ તો ભેદજ્ઞાનને અભેદ કીધું છે (એક ઠેકાણે) વિકલ્પ પણ કહ્યું
છે, (‘સમયસાર નાટકમાં’ ને ‘કળશ ટીકા’ સમયસાર) જયસેન આચાર્યની ટીકામાં ભેદજ્ઞાન અભેદ
પણ કીધું છે. અહીંથી જુદું પડયું એટલે અભેદ થ્યું ન્યાં એમ (અભેદ). અપેક્ષા જુદી જુદી. ‘અહીંયાં
તો આ જ વસ્તુ છે’ તે પરથી જુદો એ વાતે ય નહીં. કેમ કે પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવમાં વર્તે છે
ઈ તો પહેલાં આવ્યું. ગાથા-૯૯ ભાવાર્થમાં આવ્યું’ તું. (જુઓ!) ૯૯ ગાથાનો ભાવાર્થ.
ભાવાર્થ (માં)? દરેક દ્રવ્ય એટલે આત્મા, નિગોદજીનો જીવ, સિદ્ધનો જીવ, પરમાણું કે કંઈ (ધર્માસ્તિ,
અધર્માસ્તિ, આકાશ ને કાળ.) દરેક દ્રવ્ય સ્વભાવમાં રહે છે તેથી ‘સત્’ છે અને તે સ્વભાવ
ઉત્પાદવ્યયધ્રૌવ્યસ્વરૂપપરિણામ છે. આહા.. હા!
(માન્યતા) ગપ્પે-ગપ્પ છે, મિથ્યાત્વ છે.
બધાનો. (શું કહે છે?) જ્યારે કુંભની ઉત્પત્તિ, વ્યયને ધ્રુવથી જુદી ન થાય તો બધા