બાપુ! સંતોએ તો ગજબ કામ કર્યાં છે દિગંબર સંતોએ! આહા... હા! ટૂંકી ભાષામાં ઉત્પાદ, વ્યય ને
ધ્રુવને સિદ્ધ કરે છે! જે વસ્તુનો સ્વભાવ છે, સ્વભાવ છે તેમાં દ્રવ્ય પ્રવર્તે છે. જેના સ્વભાવમાં
દ્રવ્યસ્વભાવ પ્રવર્તે છે તે સ્વભાવ ઉત્પાદ-વ્યયને ધ્રુવ સત્ છે. સત્ તે લક્ષણ છે. ‘તત્ત્વાર્થસૂત્ર’ (
આહા... હા! સ્થિતિ = ટકવું, ટકવું તત્ત્વ ઉત્પાદ-વ્યય વિના જોવા જાય તો સ્થિતિ જ નહીં રહે
અથવા કાં’ સ્થિતિનો નાશ થશે. સમજાણું કાંઈ? (વકીલને) વકીલાત ને ન્યાય! લોજિકથી મૂકયું છે
બધું! આહા...! વીરનો મારગ છે શૂરાનો. આ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ બાપુ! આમાં સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ!
અમથું ઈ દ્રવ્યને પકડવા પણ મતિ-શ્રુતની સૂક્ષ્મ બુદ્ધિ હોય તો પકડી શકે. રાગથી નહીં, દ્વેષથી નહીં,
દયાથી નહીં, સ્થૂલથી પણ નહીં. (ઉપયોગને સૂક્ષ્મ કરવાથી પકડાય) આહા... હા!
થાય. અને કાં’ એ સૂક્ષ્મ ઉપયોગ ક્ષણિક છે તો સ્થિતિ પણ ક્ષણિક થઈ જાય છે. આહા... હા... હા...
હા! સમજાય છે? પ્રવીણભાઈ! બીજી જાત છે. આ કોઈદી’ બાપ દાદેય સાંભળી ન હોય લ્યો!
આહા... હા! ભારે વાત છે બાપા! શું થાય? ધ્રુવ એકલો ગોતવા જા, તો ઉત્પાદ એના કારણ વિના-
સંહારકારણ (વિના) વ્યતિરેક વિના અન્વય સિદ્ધ નહીં થાય. વ્યતિરેક સહિત અન્વય છે. જો તું
એકલા અન્વયને સિદ્ધ કરવા જા, વ્યતિરેક વિના નાશ થશે. આહા... હા... હા... હા! વાહ! “અથવા
ક્ષણિકનું નિત્યપણું થાય.” કાં’ તો પર્યાય ક્ષણિક છે તે નિત્ય થશે. એકલું - એકલું નિત્યપણું ગોતે
છે ને...? એકલું નિત્યપણું ગોતે છે ને અનિત્યપણું તો નથી ગોતતો. આહા... હા! એટલે પર્યાયમાં
નિત્યપણું આવી જશે. આહા... હા! આવો ઉપદેશ કઈ જાતનો લ્યો! આહા... હા!
તું. અહીંયાં ચિત્તના ક્ષણિક (ભાવો) (એટલે) કલ્પના (લીધું છે.)
સ્થિતિ ગોતવા જા, તો ઉત્પાદ ને વ્યય જે ક્ષણિક છે તે નિત્ય થઈ જાય. એ નિત્ય થઈ જાય વ્યતિરેક
વિનાનું છે (તેથી) નિત્ય ન રહે. ક્ષણિક થઈ જાય. આ તો ફરીવાર લેવાનું કહ્યું’ તું! (તેથી લીધું.)