ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૨૯૦
હવે ઉત્પાદાદિકનું દ્રવ્યથી અર્થાંતરપણું નષ્ટ કરે છે. (અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દ્રવ્યથી જુદા
પદાર્થો નથી એમ સિદ્ધ કરે છે)ઃ-
उप्पादट्ठिदिभंगा विज्जंते पज्जएसु पज्जाया ।
दव्वे हि संति णियदं तम्हा दव्वं हवदि सव्वं ।। १०१।।
उत्पादस्थितिभङ्ग विद्यन्ते पर्यायेषु पर्यायाः ।
द्रव्ये हि सन्ति नियतं तस्माद्द्रव्यं भवति सर्वम्।। १०१।।
ઉત્પાદ તેમ જ ધ્રૌવ્ય ને સંહાર વર્તે પર્યયે,
ને પર્યયો દ્રવ્યે નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧.
ગાથા – ૧૦૧
અન્વયાર્થઃ– (उत्पादस्थितिभङ्ग) ઉત્પાદ, સ્થિતિ અને ભંગ (पर्यायेषु) પર્યાયોમાં
(विद्यन्ते) વર્તે છે; [पर्यायाः] પર્યાયો [િनयंत] નિયમથી [द्रव्ये हि सन्ति] દ્રવ્યમાં હોય છે,
(तस्मात) તેથી (સર્વ) (તે) બધુંય [द्रव्यं भवति] દ્રવ્ય છે.
ટીકાઃ– ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ખરેખર પર્યાયોને આલંબે છે અને તે પર્યાયો દ્રવ્યને આલંબે
છે (અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોના આશ્રયે છે અને પર્યાયો દ્રવ્યના આશ્રયે છે); તેથી આ
બધુંય એક જ દ્રવ્ય છે, દ્રવ્યાંતર નથી.
પ્રથમ તો દ્રવ્ય પર્યાયો વડે આલંબાય છે (અર્થાત્ પર્યાયો દ્રવ્યને આશ્રિત છે) કારણ કે
સમુદાયી સમુદાયસ્વરૂપ હોય છે; વૃક્ષની માફક. જેમ સમુદાયી વૃક્ષ સ્કંધ, મૂળ અને શાખાઓના
સમુદાયસ્વરૂપ હોવાથી સ્કંધ, મૂળ અને શાખાઓથી આલંબિત જ ભાસે છે (જોવામાં આવે છે), તેમ
સમુદાયી દ્રવ્ય પર્યાયોના સમુદાયસ્વરૂપ હોવાથી પર્યાયો વડે આલંબિત જ ભાસે છે (અર્થાત્ જેમ થડ,
મૂળ અને ડાળીઓ વૃક્ષના આશ્રયે જ છે- વૃક્ષથી ભિન્નપદાર્થરૂપ નથી, તેમ પર્યાયો દ્રવ્યના આશ્રયે જ
છે- દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી.)
અને પર્યાયો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય વડે આલંબાય છે (અર્થાત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય પર્યાયોને
આશ્રિત છે.) કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અંશોના ધર્મો છે (-’ ૧ અંશીના ધર્મો નથી); બીજ, અંકુર
અને વૃક્ષત્વની માફક. જેમ અંશી એવા વૃક્ષના બીજ-અંકુર-વૃક્ષત્વસ્વરૂપ ત્રણ અંશો
* સમુદાયી= સમુદાયવાળું, સમુદાયનું (જથ્થાનું) બનેલું. (દ્રવ્ય સમુદાયી છે કારણ કે પર્યાયોના સમુદાયસ્વરૂપ છે)
૧. અંશી= અંશોવાળું; અંશોનું બનેલું. (દ્રવ્ય અંશી છે.)