Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 301 of 540
PDF/HTML Page 310 of 549

 

background image
ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૩૦૧
ને) શાખાઓથી- (તેઓ) આલંબિત ભાસે છે. વૃક્ષથી નહીં. આહા... હા! વૃક્ષના મૂળ, સ્કંધ ને
શાખા, ઈ મૂળ, સ્કંધને શાખા, એથી આલંબિત છે. આ વૃક્ષથી નહીં. આહા... હા! “તેમ સમુદાયી
દ્રવ્ય.”
ભગવાન આત્મા સમુદાયી દ્રવ્ય, “પર્યાયોના સમુદાયસ્વરૂપ હોવાથી પર્યાયો વડે આલંબિત જ
ભાસે છે.”
આહા... હા! આ... રે! સમુદાયી દ્રવ્ય એમ આ પર્યાયોના સમુદાયસ્વરૂપ, સમુદાયી દ્રવ્ય
(છે.) એની પર્યાયોના સમુદાયસ્વરૂપ, એનાથી પર્યાયો આલંબિત ભાસે છે. એ પર્યાયો, સમુદાયી જે
દ્રવ્ય, તેની પર્યાયોનો સમુદાય તે પર્યાયો વડે, આલંબિત ભાસે છે. આહા... હા! “અર્થાત્ જેમ થડ,
મૂળ અને ડાળીઓ વૃક્ષના આશ્રયે જ છે વૃક્ષથી ભિન્નપદાર્થરૂપ નથી, તેમ પર્યાયો દ્રવ્યના આશ્રયે જ
છે દ્રવ્યથી ભિન્ન પદાર્થરૂપ નથી.”
પહેલાં (કહ્યું) ઈ ત્રણ પર્યાયો, પર્યાયને આશ્રયે છે હવે એ ત્રણ
પર્યાયો દ્રવ્યને આશ્રયે છે (એમ કહ્યું.) આહા... હા! છે ને સામે લખાણ! જરી ઝીણું પડે! પણ
સમજવું પડશે કે નહીં એને...! અરે... રે! આંધળી દોડયે સમકિત થતું નથી એમ કહે છે. સમજ્યાં
વિના કાંઈ સમકિત નથી ને સમકિત વિના થોથાં બધાં - એ બધાં વ્રત... ને, તપ... ને ભક્તિ... ને
પૂજા ને... દાન (એ) એકડા વિનાનાં મીંડા છે મોટાં! આહા...! રખડી મરશે, ચાર ગતિમાં! આહા...
હા! ગમે એટલા ઉપવાસ કરે ને... વ્રત પાળે ને... ભક્તિ કરે ને... દાન કરે ને... મંદિર બનાવરાવે...
ને પોષા-પડિકકમણા કરે પચીસ, પચાસ કે સો બસો અને એમાં આપે કંઈક પ્રભાવના, રૂપિયો-રૂપિયો
આપો, બબ્બે રૂપિયા આપો (એમ ધરમ માને) બધા મરી જવાના ક્રિયાકાંડમાં, રાગમાં, એમાં ધરમ
માનીને રાગ કરે લ્યો! મિથ્યાત્વને સેવે છે. અર... ર... ર... ર...! આવી વાત!
અહીંયાં કહે છે (કેઃ) વૃક્ષ સમુદાયી છે. મૂળ, સ્કંધ ને શાખાઓ સમુદાયસ્વરૂપ છે. એમ
આત્મા (અને) પરમાણુ તેઓ પણ દ્રવ્ય (છે.) એ સમુદાયી છે અને એના ત્રણ પર્યાયો છે,
સમુદાયસ્વરૂપ છે. ધ્રૌવ્ય, વ્યય ને ઉત્પાદ એ સમુદાયસ્વરૂપ છે. (સમુદાયી) સમુદાયસ્વરૂપ છે. પ્રમાણનું
(દ્રવ્ય) સમુદાયસ્વરૂપ છે. આહા... હા! એમાંથી એક પણ પર્યાયને કાઢી નાખે, તો સમુદાય આખો
રહેતો નથી ને સમુદાયીસ્વરૂપ સિદ્ધ થતું નથી. આહા... હા! આમાં કાંઈ કોઈ પંડિતાઈ, પંડિતાઈનું
આમાં કામ નથી. આમાં તો રુચિ અને પોષાણ અને વસ્તુ શું છે એની જરૂર છે. પંડિતાઈનું અહીં
(યાં) કાંઈ કામ નથી.
(શ્રોતાઃ) (બીજા શ્રોતાએ કહ્યું) ઈ એમ કહે છે કે આમાં ચોપડામાં નથી.
આપ સમજાવો છો તેથી સમજાય છે...! (ઉત્તરઃ) ઈ માં- આમાં લખ્યું છે બધુંય, અહા... હા... હા!
એના તો અર્થ થાય છે.
(કહે છે કેઃ) સમુદાયી (એટલે) વૃક્ષ. સમુદાયસ્વરૂપ શાખા, સ્કંધ ને મૂળ. એ સમુદાયસ્વરૂપ
છે, સમુદાયી નહીં. અને ત્રણ થઈને સમુદાય છે. એમ વસ્તુ આત્મા છે, એ ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય ત્રણ
પર્યાયોના સમુદાયસ્વરૂપ છે. સમુદાયી નહીં. સમુદાયી તો દ્રવ્ય છે. આહા... હા! સમજાણું કાંઈ?
‘પર્યાયો વડે આલંબિત જ ભાસે છે. પર્યાય હોં? (અર્થાત્) જેમ થડ, મૂળ અને ડાળીઓ