હા... હા! ધરમની પર્યાય, પર્યાયને અવલંબે છે. આહા...! ધરમની પર્યાય, ધરમની પર્યાયને આશ્રયે
છે. અને એ પર્યાય, ત્રણેય થઈને દ્રવ્યને આશ્રિત છે. (હવે અહીંયાં) દ્રષ્ટાંત આપે છે.
સમુદાયસ્વરૂપ! જોયું? પહેલાં સમુદાયી, વૃક્ષ સમુદાયી અને સ્કંધ (મૂળ શાખાઓના) સમુદાયસ્વરૂપ!
હોવાથી “સ્કંધ, મૂળ અને શાખાઓથી આલંબિત જ ભાસે છે. (જોવામાં આવે છે.) ” ઇ પર્યાયો (જે)
વૃક્ષને છે એના ભેદથી (વૃક્ષ) ભાસે છે. આહા... હા! વૃક્ષ તો સમુદાયસ્વરૂપ છે. અને આ બધા
(સ્કંધ, મૂળ, શાખાઓ) સમુદાય છે. અને એ સમુદાયથી આલંબિત જ છે વૃક્ષ. (એટલે) પર્યાયથી
આલંબિત છે, જોવામાં આવે છે. ઇ દ્રષ્ટાંત થ્યો. વૃક્ષ સમુદાયી છે આ નથી કહેતા કે કયા સમુદાયવાળા
તમે (છો?) જેટલા માણસો છે તે સમુદાય છે (અને તેનો જથ્થો) સમુદાયી છે. કયા સમુદાયમાં તમે
છો? એમ નથી કહેતા. દરિયાપુરનો સમુદાય, ફલાણાનો સમુદાય (તમે) દરિયાપુરમાં હતા? નહીં
મોટાભાઈ હતા. ઠીક! આહા... હા! કયા સમુદાયમાં (છો?) એમ કહે, અમે બોટાદ સમુદાયમાં એમ
અહીંયાં સમુદાયી (અથવા) સમુદાયી એટલે સમુદાયવાળું; સમુદાયનું - જથ્થાનું બનેલું. (અર્થાત્)
સમુદાયી = સમુદયનું જથ્થાનું બનેલું. (વળી) સમુદાયી, સમુદાયનું બનેલું. દ્રવ્ય સમુદાયી છે કારણ કે
પર્યાયોના સમુદાયસ્વરૂપ છે. આહા... હા! આ ભાષા ય સાંભળી નો’ હોય લ્યો! એમ વૃક્ષ સમુદાયી
છે અને તેના સ્કંધ, મૂળ (અંદરનું મૂળ હોય ઈ) અને શાખાઓ સમુદાયસ્વરૂપ છે. વૃક્ષ સમુદાયી છે
અને આ સ્કંધ આદિ એના સમુદાયસ્વરૂપ છે.
મૂળ અને શાખા. એ ત્રણેય પર્યાયોથી આલંબિત છે. એ વૃક્ષમાંથી આલંબિત નથી એ ત્રણેય.
આહા...હા!