Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 303 of 540
PDF/HTML Page 312 of 549

 

background image
ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૩૦૩
નહીં ધ્રુવપણું (એટલે) ધ્રૌવ્ય. “પર્યાયો ઉત્પાદ–વ્યયને ધ્રૌવ્ય વડે આલંબાય છે (અર્થાત્) ઉત્પાદ–
વ્યય–ધ્રૌવ્ય પર્યાયોને આશ્રિત છે.” કારણ કે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય અંશોના ધર્મો છે. હવે ઈ વધારે છે.
ત્રણ અંશો (છે) ઈ અંશોના ધર્મો છે. આખા “અંશીના ધર્મો નથી.” એક - એક અંશ ઈ અંશીના
ધર્મો નથી. આહા... હા... હા! ઉત્પાદ-વ્યયને ધ્રૌવ્ય વડે આલંબાય (છે.) પર્યાય. ઉત્પાદ-વ્યય ને ધ્રૌવ્ય
અંશોના ધર્મો (છે.) અંશીના ધર્મો નથી. (નીચે ફૂટનોટમાં જુઓ) અંશી = અંશોવાળું; અંશોનું બનેલું
(દ્રવ્ય અંશી છે) જોયું? વસ્તુ છે ને આખી ઈ અંશી છે. અને ત્રણ એના અંશ છે. ત્રણ અંશમાં -
એક - એક (અંશ) માં આખું દ્રવ્ય છે એમ નથી. એમ કહે છે. આહા... હા!
(કહે છે) હવે આવું સાંભળીને કહે છે કે કરવું શું? કરવું ‘આ’ . સમુદાયસ્વરૂપ એ કાંઈ
સમુદાયી (એટલે આખી) વસ્તુ નથી. આહા... હા! માટે તેનું લક્ષ છોડી, એ સમુદાયસ્વરૂપનું સમુદાયી
જે છે ત્યાં એની દ્રષ્ટિ મૂકવી. આહા... હા! જ્ઞાનપ્રધાન કથન છે! સમજાણું કાંઈ? ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય
પર્યાયમાં છે. કારણ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અંશોના ધર્મો છે. એ ત્રણે અંશ છે. ત્રણે અંશી નથી.
અંશીના ધર્મો નથી. દ્રવ્યનો ધર્મ ધ્રૌવ્ય, દ્રવ્યનો ધર્મ ઉત્પાદ ને દ્રવ્યનો ધર્મ વ્યય એમ’ નથી. આહા...
હા! આ તો નિવૃત્તિ જોઈએ, પાછળ લાગે તો ખબર પડે, સમજાય તેવું છે! અત્યારે ચાલતું નથી.
અત્યારે બધુંય ઊંધું હાલે છે આ. એટલે આ જરી સમજવામાં એને...! નિવૃત્તિ લેવી જોઈએ થોડી
ભાઈ! અરે ક્યાં જાવું છે બાપુ! તારે? ચોરાશીના અવતારમાં... નરકને નિગોદ! કીડા અનેત્રપ
કાગડા! વાસ્તવિક તત્ત્વની દ્રષ્ટિ નહીં હોય, તો પછી એવા અવતાર થાય એને...! આહા...! બધું હારી
જશે! માટે હારી ન જવું હોય ને સત્ સિદ્ધ કરવુ હોય, તો આ રીતે એને સમજવું પડશે. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “બીજ, અંકુર અને વૃક્ષત્વની માફક.” શું કીધું? બીજ, અંકુર ને
વૃક્ષત્વ’ હો વૃક્ષ નહીં. આહા...! વૃક્ષત્વ કીધું છે ને...? ઓલામાં વૃક્ષ કીધું’ તું. વૃક્ષત્વ એટલે વૃક્ષપણું.
આહા... હા! “બીજ, અંકુર અને વૃક્ષત્વની માફક જેમ અંશી એવા વૃક્ષના બીજ, અંકુર – વૃક્ષત્વ
સ્વરૂપ ત્રણ અંશો.”
જોયું? એ બીજ, અંકુરને વૃક્ષત્વસ્વરૂપ એ ત્રણ અંશો છે. જેમ ધ્રૌવ્ય એ પણ
એક અંશ છે. એમ બીજ, અંકુર ને વૃક્ષત્વની માફક. આહા... હા! બીજનો વ્યય, અંકુરની ઉત્પત્તિને
વૃક્ષત્વપણું - ભાવપણું રહેવું. પણ ત્રણે અંશ છે. “જેમ અંશી એવા વૃક્ષના બીજ, અંકુર–વૃક્ષત્વસ્વરૂપ
ત્રણ અંશો ભંગ–ઉત્પાદ–ધ્રૌવ્યસ્વરૂપ નિજ ધર્મો વડે આલંબિત એકીસાથે જ ભાસે છે.”
એ ત્રણેયમાં
એકસાથે ભાસે છે.
“તેમ” દ્રવ્યની વાત છે.
વિશેષ હવે કહેશે...