ઉત્પાદ છે ને વૃક્ષત્વ ધ્રૌવ્ય છે. વૃક્ષત્વ (કીધું) છે હોં? વૃક્ષ નહીં. વૃક્ષત્વ (એટલે) વૃક્ષપણું. વૃક્ષ નહીં,
વૃક્ષ તો એમાં આવી ગયું છે.
(કહ્યું) હો? વૃક્ષ (કહ્યું) નથી. આહા...! “જેમ અંશી એવા વૃક્ષના.” અંશી તે વૃક્ષ છે. “એવા વૃક્ષના
બીજ–અંકુર–વૃક્ષત્વસ્વરૂપ ત્રણ અંશો ભંગ–ઉત્પાદ–ધ્રૌવ્યસ્વરૂપ.” આહા... હા! “નિજ ધર્મો વડે
આલંબિત એકીસાથે જ ભાસે છે.” આ, આ, આ લીટીમાં છે બધું (માર્મિકતત્ત્વ) હેં, ઈ સંસ્કૃતમાં ઈ
છે.
આહા...! એ ઉત્પાદ પોતાને અવલંબે છે. દર્શનમોહનો ઉદય છે માટે મિથ્યાત્વ થાય છે, અને પર્યાય
ઉત્પન્ન થાય છે એ દર્શનમોહનો ક્ષયોયશમ છે માટે ઉત્પન્ન થાય છે એમ નથી. આહા... હા!
જ્ઞાનગુણમાં હીણી પર્યાય છે, એનો વ્યય થઈને અધિક પર્યાય થઈ-એ સમય તો એક જ છે - પણ
એ (ઉત્પાદ-વ્યય) ને ધ્રૌવ્યપણું છે કાયમ. (એ) ત્રણે પોતપોતાના અવલંબે રહેલા છે. રહેલાં, ઠરેલાં
અને ગયેલાં (એટલે કે) રહેલાં-ઉત્પાદ, ઠરેલાં-ધ્રૌવ્ય અને ગયેલાં વ્યય! કો’ ચીમનભાઈ! સાંભળ્યું’
તું ત્યાં બાપદાદામાં ક્યાં’ ય! આહા... હા! આવી વાતું હવે, હતી અંદર ઈ આવી ગઈ!! આહા.. હા!
હા! ભાઈએ તો સવારમાં સંભાર્યું’ તું પંડિતજી! ઈ કર્યું છે ને... અર્થ, ‘નષ્ટ થતા ભાવને નાશ’
ઊપજતા ભાવનો ઉત્પાદ અને ટકતો ભાવ બધું એક સાથે (છે.) આ રીતે નષ્ટ થતા ભાવને નાશ,
ઊપજતા ભાવને ઉત્પાદ ને ટકતા ભાવને ધ્રૌવ્ય એક સાથે છે. છે ને? ઉત્પાદ, ઉત્પાદભાવને આશ્રિત
છે, ધ્રૌવ્ય ટકતા ભાવને આશ્રિત છે, (વ્યય નષ્ટ થતા ભાવને આશ્રિત છે.) વાણિયાને આ મગજમાં
ઊતારવું હવે! વાણિયાને નિર્ણય કરવા માટે ને વિચાર કરવા માટે ઠેકાણાં ન મળે! જિંદગી હારી
જાય! બહારથી કાંઈ ભક્તિ કરીએ ને દાન કરીએ ને (દયા પાળીએ ને માને કે ધરમ કરીએ છીએ)
ધૂળે ય નથી ધરમ એમાં ક્યાં’ય! આહા... હા!
(પોતાથી પોતાના અવલંબે છે.) તે ઉત્પાદ પોતાના ષટ્કારકોથી છે, વ્યયને કારણે નહીં, ધ્રૌવ્યને કારણે
નહીં. દરેક દ્રવ્યનો પર્યાય, તેના અવસરે તે જ કાળે ઉત્પન્ન થાય, તે જ કાળે વ્યય થાય ને તે