જ ભાસે છે.” આહા...હા! સમજાણું કાંઈ? શાંતિથી સમજવા જેવી વાત છે બાપુ! આ કોઈ વારતા
નથી! આહા...હા! ગહન સ્વભાવ! દ્રવ્યનો તેને પર્યાયનો ગહનસ્વભાવ!! જે ભગવાને જોયો, અને
વાણીમાં આવ્યું! કે ભાઈ...! તું ધરમ કરવા ઇચ્છતો હો તો ઈ ધરમની પર્યાયથી થાય, ઈ પર્યાયને
અવલંબને (થાય.) દેવ-ગુરુને અવલંબને નહીં, મંદિરને અવલંબને નહીં, દેવદર્શનને અવલંબને નહીં.
આહા... એના વ્યય કે ધ્રૌવ્યને અવલંબને (પણ) નહીં. એ’ મીઠાલાલજી! (શ્રોતાઃ) શું સમજવું
આમાં?
વીતરાગ, પરમેશ્વર! જિનેશ્વર દેવે કહેલું તત્ત્વ, જે રીતે છે એ રીતે ન સમજે, ત્યાં સુધી એની (દ્રષ્ટિ
વિપરીત છે!) . વિપરીતતા માટે નહીં ત્યાં સુધી એ ભૂલ મટે નહીં. ચોરાશીના અવતાર! મરીને
જાઈશ ક્યાં’ક!
વડે આલંબિત
દર્શનથી નિદ્ધત્ત ને નિકાચિત કરમ મટે. થાય. હાય! અ... હા... હા... હા! (વળી કહે) ધરમના કારણો
છે. વેદન (સાતમે થાય.) ભેદનો મોટો વૈભવ દેખે અને થાય? આહા... હા! એ બધી અપેક્ષાઓ છે.
એ વખતે (નિમિત્ત) શું હતું તે (શાસ્ત્રમાં) સમજાવે છે. થાય છે ધરમની પર્યાય, ચાહે તો
સમકિતની, ને આહે તો ચારિત્રની ને ચાહે તો કેવળજ્ઞાનની તે જ સમયે તે પર્યાય તેના (-ઉત્પાદને)
અવલંબીને થાય છે. વ્યયને ધ્રૌવ્યને (પણ) અવલંબીને નહીં. પરને અવલંબીને તો નહીં. (જ). એક
સમયમાં થાય તો લક્ષ (પરમાં) ક્યાં ગયું હોય? સમકિતનો ઉત્પાદ બે પ્રકારે (કહ્યો છે ને...) ઈ બે
પ્રકાર ગણાય (નિસર્ગજ ને અધિગમજા પણ થ્યું છે પોતાનું નિસર્ગજ તે. એ સમયનો જે સમય છે એ
સમયે જ આલંબન છે. ઈ પર્યાય પોતાને આલંબીને થઈ છે. આહા... હા! ચાહે તો સમકિત કેવળી કે
શ્રુતકેવળીની સમીપ થાય, એ પર્યાય પણ પોતાને અવલંબીને (જ) થાય છે. આહા... હા! એવા
દાખલા શાસ્ત્રોમાં આપે કે આમાં આ લખ્યું ને આમાં આ લખ્યું છે! હવે ઈ તો જ્ઞાન કરાવવા, બાપુ
તને ખબર ન મળે! આહા...હા! વસ્તુ છે. પદાર્થ છે ઈ ગંભીર છે!! અને ઈ પદાર્થનો ભરોસો
આવવો ઈ પર્યાય છે (નવી). અને એ પર્યાય પછી દ્રવ્યની છે. આહા...હા! ઈ અહીંયાં પહેલી
પર્યાયને (સ્વતંત્ર) કહે છે!