Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 308 of 540
PDF/HTML Page 317 of 549

 

background image
ગાથા – ૧૦૧ પ્રવચનસાર પ્રવચનો ૩૦૮
(અહીંયાં કહે છે કેઃ) તેમ “અંશી એવા દ્રવ્યના, નષ્ટ થતો ભાવ.” નષ્ટ એટલે પૂરવની
પર્યાયનો-મિથ્યાત્વનો નાશ, અચારિત્રનો નાશ, “ઊપજતો ભાવ.” સમકિતનો ભાવ, ચારિત્રનો ભાવ
“અવસ્થિત રહેતો.” સદેશપણે રહેતો - એ ત્રણ અંશો ભંગ–ઉત્પાદ–ધ્રૌવ્યસ્વરૂપ એ ત્રણ અંશો ભંગ
(વ્યય) ઉત્પાદ (ઉત્પન્ન) ધ્રૌવ્યસ્વરૂપ (સદ્રશ ટકતો)
“નિજ ધર્મો વડે.” સ્વતંત્ર શક્તિથી, પોતાના
સ્વભાવથી “આલંબિત એકીસાથે જ ભાસે છે.” આહા... હા! આવી વાત હવે ક્યાં! ક્રિયાકાંડ કરો ને
બહારની વાતું આનાથી થાય ને આનાથી ય થાય. પરદ્રવ્યથી પરદ્રવ્યમાં થાય ને...! આહા... હા! એ
તો ક્યાંય વાત રહી થઈ. અહીંયાં તો સ્વદ્રવ્યનું ધ્રૌવ્ય છે એથી ઉત્પાદ થાય એમેય નથી. (શ્રોતાઃ)
ઉપયોગ તો પોતાથી જ થાય ને...!
(ઉત્તરઃ) ઉત્પાદ, ઉત્પાદથી થાય એમ કહે છે પરથી થાય એ તો
પ્રશ્ન જ નહીં, પણ સ્વમાંય - ત્રણ અંશોમાં એક અંશ બીજા અંશોના કારણે નહીં. આહા... હા! ‘એવું
ઈ સત્ છે, સત્ ને હેતુ – બીજું નિમિત્ત હોઈ શકે નહીં.’ આહા... હા! ગજબ વાત કરી છે!!
(કહે છે) આપણે વંચાઈ ગયું છે પહેલું આ બધું. ફરીને હાલે છે. “નિજ ધર્મો વડે.” એક -
એક પોતાના ધરમ વડે, “આલંબિત” પણ “એકીસાથે જ ભાસે છે.” સમય તો એક જ છે.
આહાહા... હા... હા... હા! ઉત્પાદનો સમય, વ્યયનો (સમય) ધ્રૌવ્ય (નો સમય) સમય તો એક જ
છે. છતાં ત્રણે પોતપોતાને અવલંબને થયેલાં પણ એકીસાથે ત્રણ ભાસે છે. એક સમયમાં ત્રણ ભાસે
છે. આહા... હા! હવે આવું સત્ય છે, ખ્યાલમાં ન આવે, સમજાય નહીં તો એ... સોનગઢવાળા
વ્યવહારનો લોપ કરી નાખે છે (એમ બૂમો પાડે!) હવે ઈ સાંભળને બાપા! વ્યવહારની તો અહીંયાં
વાતે ય નથી હવે, કે રાગ (શુભ) હોય તો સમકિત થાય ને મંદ કરે ને, દેવભક્તિ કરે ને તો થાય
એ તો અહીંયાં પ્રશ્ન જ નથી!
અહીંયાં તો (કહે છે) ધરમની પર્યાય થાય, એ પૂરવના વ્યયની અપેક્ષાથી થાય એમે ય નથી.
ધરમની પર્યાય થાય ઈ ધ્રૌવ્યના આલંબને-આશ્રય છે-એનો આશ્રયે છે માટે પર્યાય થઈ એમે ય
નથી. આશ્રય વ્યવહારથી કહેવામાં (આવે છે) આમ લક્ષ ફરે છે (ધ્રૌવ્ય તરફ લક્ષ થાય છે) એથી
એમ કહેવામાં આવે છે. આહા... હા!
“પરંતુ જો (ભંગ–ઉત્પાદ–ધ્રૌવ્ય અંશોનાં નહીં માનતાં.” અંશ
ત્રણ છે એમ ઈ ત્રણ અંશોને નહી્ર માનતાં (૧) ભંગ. (૨) ઉત્પાદ અને (૩) ધ્રૌવ્ય દ્રવ્યનાં જ
માનવામાં આવે.”
દ્રવ્યમાં જ માનવામાં આવે આહા... હા! “તો બધું ય વિપ્લવ પામે.” અંધાધૂંધી
થાય, ઊથલપાથલ, (અથવા) ગોટાળો, વિરોધ થાય. આહા... હા! હેઠે છે ને...? (ફૂટનોટમાં અરે...
રે! આહા... હા! ચોરાશીના અવતાર! એક એકમાં અનંત અવતાર કર્યા બાપુ! એ સમકિત વિના
એનો-ભવનો અભાવ નહીં થાય. આહા... હા!
(વીતરાગી કરુણાથી કહે છે) એ લાખ ક્રિયા કરે વ્રત ને તપ, ભગવાનના ભજન ને કરોડોના